Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીના ગિરિયા રોડ પર પ્લેન ક્રેશ, એક વ્યક્તિનું મોત, લોકોમાં ડરનો માહોલ

ગુજરાતમાં વધુ એક પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર એક ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે.  

અમરેલીના ગિરિયા રોડ પર પ્લેન ક્રેશ, એક વ્યક્તિનું મોત, લોકોમાં ડરનો માહોલ

અમરેલીઃ અમરેલીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ગિરિયા રોડ પર બ્લેન ક્રેશની ઘટના બની છે. અહીં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્લેન ક્રેશ થયા બાદ અચાનક બ્લાસ્ટ થવાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

fallbacks

પ્લેન ક્રેશની જાણ થતાં ફાયદ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર અને પોલીસની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર આ પ્લેન ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું અને પાયલોટની ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી હતું. દુર્ઘટના દરમિયાન પ્લેનમાં એક વ્યક્તિ સવાર હતો જેનું મોત થયું છે.

fallbacks

તપાસ શરૂ
પ્લેન ક્રેશ કયા કારણે થયું તેની તપાસ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બીજીતરફ રહેણાક વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યું છે.

fallbacks

મોટી જાનહાની ટળી
આ પ્લેન ક્રેશની ઘટના બાદ સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોનું કહેવું છે કે અહીં ખાનગી કંપનીના ટ્રેઈની પ્લેનની અવરજવર ચાલૂ રહે છે. આ પ્લેન ઘરથી માત્ર 10 ફૂટ દૂર પડ્યું હતું. જો પ્લેન કોઈ ઘર પર પડ્યું હોત તો મોટી જાનહાની થઈ શકી હોત. 

પ્લેન કયા કારણે ક્રેશ થયું તે હજુ સામે આવ્યું નથી. તેવી સંભાવના છે કે પ્લેન ટેક્નિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ક્રેશ થયું છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી પ્લેન ક્રેશ અંગે વિસ્તૃત તપાસ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More