Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : વરુણ ચક્રવર્તીના આ હરકત બાદ મચ્યો હોબાળો...BCCIએ ક્રિકેટરને આપી મોટી સજા

Varun Chakravarthy : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર ​​વરુણ ચક્રવર્તી સામે મોટી કાર્યવાહી કરી છે. બુધવારે ઇડન ગાર્ડન્સ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ વરુણ ચક્રવર્તીને દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL 2025 : વરુણ ચક્રવર્તીના આ હરકત બાદ મચ્યો હોબાળો...BCCIએ ક્રિકેટરને આપી મોટી સજા

Varun Chakravarthy : બુધવારે ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કોલકાતાને હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ મેચમાં સ્પિનર ​​વરુણ ચક્રવર્તી સામે BCCI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હકીકતમાં વરુણ ચક્રવર્તી સામે મેચ દરમિયાન IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.

fallbacks

વરુણ ચક્રવર્તીની આ હરકત બાદ હોબાળો 

વરુણ ચક્રવર્તીને IPL આચારસંહિતાના કલમ 2.5ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે અન્ય ખેલાડી પ્રત્યે અપમાનજનક ભાષા, રિએક્શન અથવા અથવા મેચ દરમિયાન આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવા સાથે સંબંધિત છે. IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વરુણ ચક્રવર્તીએ કલમ 2.5 હેઠળ લેવલ 1 ના ગુનાની કબૂલાત કરી છે અને મેચ રેફરીની સજા સ્વીકારી છે. લેવલ 1ની આચારસંહિતા ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

'હિટમેન'ની ચોંકાવનારી ઈનસાઈડ સ્ટોરી...20 દિવસમાં બધું ખતમ, અચાનક લેવી પડી નિવૃત્તિ

વરુણ ચક્રવર્તીને મળી મોટી સજા

IPL આચાર સંહિતાના કલમ 2.5 મુજબ, જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હોય છે, ત્યારે ઘણી વખત ઉત્તેજનામાં બોલર એવી રીતે પ્રતિક્રિયા આપે છે કે બેટ્સમેન તરફથી વળતો પ્રતિભાવ મળવાની શક્યતા વધી જાય છે. ઘણી વાર, ફિલ્ડ અમ્પાયરોને દરમિયાનગીરી કરવી પડે છે. બોલર તરફથી બેટ્સમેન પ્રત્યે આ પ્રકારની પ્રતિક્રિયા અપમાન માનવામાં આવે છે. ભલે બેટ્સમેનને અપમાનિત ન લાગે.

ચેન્નાઈએ કોલકાતાને હરાવ્યું

બુધવારે ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. આ સિઝનમાં સતત હારનો સામનો કરી રહેલી CSKએ KKR સામે સિઝનની ત્રીજી જીત મેળવી. CSKએ KKRને બે વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા KKRએ 6 વિકેટે 179 રન બનાવ્યા. CSKની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. પરંતુ, છેલ્લી ઓવરમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More