Indian Army Attack on Terrorist: એવું લાગે છે કે આતંકવાદી પર હવે ભારતીય સેના આરપારના મૂડમાં છે. સરકારે કહી દીધુ છે કે ઓપરેશન સિંદૂર હજું ચાલુ છે. આ કડીમાં એક વધુ મોટા આતંકીનું કામ તમામ થઈ ગયું હોવાની ખબરો આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કંધાર હાઈજેકમાં સામેલ રહેલો આતંકી અબ્દુલ રઉફ અઝહર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ એ જ અબ્દુલ રઉફ અઝહર છે જે પાકિસ્તાનમાં છૂપાયેલો હતો અને છાશવારે ભારત સામે ઝેર ઓકતો હતો. પરંતુ ભારતીય સેનાએ હવે તેનું કામ તમામ કરી દીધુ છે. તેના પર જલદી વધુ અપડેટ આવી શકે છે. મળતી માહિતી મુજબ અબ્દુલ રઉફ અઝહર કમાન્ડર મસૂદ અઝહર જૂથનો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે તે મસૂદ અઝહરનો ભાઈ છે. એવી પણ સંભાવના
જૈશ એ મોહમ્મદનો બીજો સૌથી મોટો વડો
એક રિપોર્ટ મુજબ અઝહર લાંબા સમયથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો બીજો સૌથી મોટો વડો બની બેઠો હતો. તે રિપોર્ટમાં કહેવાયું હતું કે તે મસૂદ અઝહરનો નાનો ભાઈ છે. રઉફને પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું પણ લાંબા સમયથી સંરક્ષણ મળેલું હતું. તે રાવલપિંડી સહિત પાકિસ્તાનમાં ખુલ્લેઆમ સક્રિય રહ્યો છે. અમેરિકાએ 2010માં તેના પર પ્રતિબંધ લગાવ્યા અને ભારતે તેને સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકીઓની સૂચિમાં સામેલ કરવાની વારંવાર કોશિશ કરી જેને ચીને વીટો કર્યો હતો.
કંધાર હાઈજેક IC-814 નો માસ્ટર માઈન્ડ
એટલું જ નહીં આ રઉફ અઝહર 1999ના કંધાર હાઈજેક IC-814 નો માસ્ટરમાઈન્ડ પણ હતો જેમાં ઈન્ડિયન એરલાઈન્સના વિમાનને કાઠમંડુથી દિલ્હી જતી વખતે હાઈજેક કરાયું હતું. આ હાઈજેકનો હેતુ તેના ભાઈ મસૂદ અઝહરને ભારતીય જેલમાંથી છોડાવવાનો હતો. રઉફે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને આ ષડયંત્રને અંજામ આપ્યો હતો. જ્યારે ભારતીય વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંધાર લઈ જવાયું હતું. હાઈજેકર્સે 176 મુસાફરો અને 15 ક્રૂ મેમ્બર્સના બદલે મસૂદ અઝહર, મુશ્તાક ઝરગર અને ઉમર શેખના છૂટકારાની માંગણી કરી હ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે