Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: જુવેન્ટ્સ માટે રોનાલ્ડોએ કર્યા બે ગોલ, ટીમને અપાવી શાનદાર જીત

રિયલ મેડ્રિડ છોડીને જુવેન્ટ્સ સાથે જોડાયા બાદ તે ત્રણ મેચમાં ગોલ ન કરી શકવાને કારણે દબાવમાં હતો. 

VIDEO: જુવેન્ટ્સ માટે રોનાલ્ડોએ કર્યા બે ગોલ, ટીમને અપાવી શાનદાર જીત

તુરિનઃ પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રવિવાર (16 સપ્ટેમ્બર)એ સીરી-એમાં પોતાની નવી ક્લબ જુવેન્ટ્સ માટે પ્રથમ ગોલ કર્યો હતો. રોનાલ્ડોના આ ગોલની મદદથી જુવેન્ટ્સે સાસૌલોને 2-1થી હરાવી દીધું હતું. સમાચાર એજન્સી એફેના રિપોર્ટ અનુસાર, રોનાલ્ડોએ આ મેચ પહેલા સીરી-એમાં જુવેન્ટ્સ માટે ત્રણ મેચ રમી હતી અને આ ત્રણ મેચમાં તે ગોલ ન કરી શક્યો. પરંતુ રવિવારે તેણે પોતાના કોચ માસિમિલિયાનો એલેગેરીને નિરાશ ન કર્યા. 

fallbacks

રિયલ મેડ્રિડને છોડીને જુવેન્ટ્સ આવેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બીજા હાફમાં પાંચમી મિનિટમાં ટીમ માટે ગોલ કર્યો હતો. 

 

તેણે 15 મિનિટ બાદ વધુ એક ગોલ કર્યા હતા. 
આ સિવાય ખોઉમા બાબાકારે સાસૌલો અને ડગલસ કોસ્ટાએ જુવેન્ટ્સ માટે ઇંજુરી ટાઇમમાં ગોલ કર્યો હતો. આ જીત બાદ જુવેન્ટસ 12 પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તો નેપોલી આઠ પોઈન્ટની સાથે બીજા નંબર પર છે. 

ચેમ્પિયન્સ લીગ પર રોનાલ્ડોની નજર
જુવેન્ટ્સ તરફથી લીગમાં અંતે ખાતુ ખોલ્યા બાદ રોનાલ્ડોની નજર હવે પોતાની પસંદગીની ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી પર ટકેલી છે. રિયલ મેડ્રિડ છોડીને જુવેન્ટ્સ સાથે જોડાયા બાદ તે ત્રણ મેચમાં ગોલ ન કરી શકવાને કારણે દબાવમાં હતો. તે રવિવારે સિરીએમાં સાસુલો વિરુદ્ધ 2-1થી જીત દરમિયાન બે ગોલની સાથે દુષ્કાળ સમાપ્ત કરવામાં સફળ રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More