Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: સિડનીમાં સદી સાથે પૂજારાએ ગાવસ્કર અને વિશ્વનાથને છોડ્યા પાછળ

India vs Australia: ચેતેશ્વર પૂજારાએ સિડની ટેસ્ટના પ્રથમ દિવસે અણનમ 130 રન ફટકાર્યા છે. ભારતનો સ્કોર 304/4 રન છે. 

VIDEO: સિડનીમાં સદી સાથે પૂજારાએ ગાવસ્કર અને વિશ્વનાથને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ ચેતેશ્વર પૂજારાએ ફરી એકવાર ટીમની દીવાલ સાબિત થયો છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં સદી ફટકારી છે. તેની આ ઈનિંગની મદદથી ભારતે દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ચાર વિકેટ પર 303 રન બનાવી પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. પૂજારા 130 રન રન બનાવી અણનમ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં આ તેની ત્રીજી સદી છે. સિડનીમાં સદી સાથે તેણે સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે, જ્યારે વિરાટ કોહલી સહિત અન્ય નિશાન પર છે. 

fallbacks

પૂજારા મેચના પ્રથમ દિવસ ગુરૂવારે (3 જાન્યુઆરી)એ જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 1 વિકેટ પર 10 રન હતો. ઓપનર કેએલ રાહુલ બીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. આ વખતે તેણે ફરી ત્રીજા નંબરે આવીને ઓપનિંગની જવાબદારી નિભાવવી પડી હતી. પૂજારાએ ટીમની આશા પ્રમાણે ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન તેણે 199 બોલમાં સદી ફટકારી દીધી હતી. તે જ્યારે દિવસની રમત પૂર્ણ થયા સમયે પેવેલિયન પરત ફર્યો તો તેના નામે 250 બોલ પર 130* રન નોંધાઈ ચુક્યા હતા. આ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની પાંચમી સદી છે. 

ગાવસ્કર અને વિશ્વનાથ હવે પૂજારાથી પાછળ
પૂજારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની 16મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે આ મેચોમાં 59.70ની એવરેજથી 1559 રન બનાવ્યા છે. તેણે સિડનીમાં સદી ફટકારવાની સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવવાના મામલે સુનીલ ગાવસ્કર અને વિશ્વનાથને પાછળ છોડી દીધા છે. સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 20 મેચોમાં 1550 રન બનાવ્યા છે. ગુંડપ્પા વિશ્વનાથના નામે 18 મેચોમાં 1538 રન નોંધાયેલા છે. 

સિડની ટેસ્ટમાં ભારત મજબૂત

પાંચ બેટ્સમેનો પૂજારા કરતા આગળ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવવાના મામલામાં પૂજારા છઠ્ઠા ક્રમે છે. સચિન તેંડુલકર (3630), વીવીએસ લક્ષ્મણ (2434), રાહુલ દ્રવિડ (2143), વીરેન્દ્ર સહેવાગ (1738) અને વિરાટ કોહલી (1604) આ મામલામાં પૂજારા કરતા આગળ છે. એટલે કે પૂજારા પોતાના કેપ્ટનની નજીક પહોંચી ગયો છે. તેની પાસે ચાર તારીખે વિરાટને પાછળ છોડવાની તક છે. 

ઓસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં ત્રણ સદી
ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની ધરતી પર એક સિરીઝમાં ત્રણ સદી ફટકારનાર ત્રીજો ભારતીય છે. તેણે આ મામલામાં સુનીલ ગાવસ્કર (1977માં)ની બરોબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ 2014/15મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક સિરીઝમાં ચાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક સિરીઝમાં ચાર સદી ફટકારનાર વિરાટ એકમાત્ર ભારતીય છે. 

સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More