Home> Sports
Advertisement
Prev
Next

મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો...આ મેચ વિનર ખેલાડી થયો IPL 2025માંથી બહાર, હવે આ ખેલાડીને મળશે તક

Mumbai Indians : IPL 2025 વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મેચ વિનર ખેલાડી IPL 2025માંથી બહાર થઈ ગયો છે. ત્યારે આ ખેલાડીના રિપ્લેસમેન્ટની પણ મુંબઈ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. 

મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો...આ મેચ વિનર ખેલાડી થયો IPL 2025માંથી બહાર, હવે આ ખેલાડીને મળશે તક

Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સને IPL 2025માં 24 વર્ષીય સ્પિનર ​​વિગ્નેશ પુથુરના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે, જે ઈજાને કારણે બાકીની સીઝનમાંથી બહાર થઈ ગયો છે. આ વિગ્નેશ પુથુરની પહેલી IPL સીઝન હતી, જેમાં તેણે પોતાની પહેલી જ મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા. વિગ્નેશ પુથુર બહાર થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સે તેના સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ પણ જાહેર કર્યું છે.

fallbacks

ચહલની હેટ્રિક પર આરજે મહવશે આ રીતે વરસાવ્યો પ્રેમ, વાયરલ થઈ રહ્યું છે રિએક્શન

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં વિગ્નેશની જગ્યાએ રઘુ શર્માનો સમાવેશ

વિગ્નેશ પુથુર બહાર થતાં મુંબઈ ઈન્ડિયન્સે હવે IPL 2025 સીઝનના બાકીની મેચો માટે લેગ-સ્પિનર ​​રઘુ શર્માને તેની ટીમમાં સ્થાન આપ્યું છે. રઘુએ પંજાબ અને પુડુચેરી માટે ઘરેલુ ક્રિકેટ રમ્યું છે, જેમાં તેણે 11 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 19.59ની સરેરાશથી કુલ 57 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 56 રનમાં 7 વિકેટ છે. જ્યારે રઘુ શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં 9 મેચોમાં 14 વિકેટ લીધી છે. રઘુએ અત્યાર સુધીમાં ત્રણ ટી20 મેચ પણ રમી છે અને તેમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રઘુ શર્માને તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. જો આપણે વિગ્નેશ પુથુરની વાત કરીએ તો, તેણે કુલ 5 મેચ રમી જેમાં તેણે 18.17ની સરેરાશથી 6 વિકેટ લેવામાં સફળ રહ્યો.

જીતનો જશ્ન હજુ ચાલી રહ્યો હતો અને...BCCIએ પંજાબ કિંગ્સના કેપ્ટન સામે કરી કાર્યવાહી

મુંબઈનો આગામી મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે છે

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ IPL 2025 સીઝનમાં રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતની કેટલીક મેચો અપેક્ષા મુજબ ન રહી હોય, પરંતુ છેલ્લી 5 મેચોમાં સતત જીત સાથે મુંબઈની ટીમે શાનદાર વાપસી કરી છે, જેમાં તેને પ્લેઓફમાં પહોંચવાનો મજબૂત દાવેદાર માનવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોતાની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમશે જે 1 મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં 10 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More