Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનું 2025 નું ચોમાસું કેવું જશે, અખાત્રીજનો પવન જોઈ અંબાલાલ પટેલે કર્યો વરસાદનો વરતારો

Monsoon 2025 Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અખાત્રીજનો પવન જોઈને આગામી ચોમાસું સીઝન કેવું રહેશે તેની આગાહી કરી 

ગુજરાતનું 2025 નું ચોમાસું કેવું જશે, અખાત્રીજનો પવન જોઈ અંબાલાલ પટેલે કર્યો વરસાદનો વરતારો

Ambalal Patel Monsoon Prediction : વરસાદ અને ચોમાસાનું પૂર્વાનુમાન કરવા માટે આપણા દેશમાં અનેકવિધ પદ્ધતિ છે. જેનાથી થકી કેટલાક નિષ્ણાતો વરસાદનો વરતારો કરતા હોય છે. કેટલાક દિવસોના પવન પર આ વરતારો કરાતો હોય છે. ત્યારે અખાત્રીજના પવનના આધારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ 2025 નું ચોમાસું કેવું જશે તેની ભવિષ્યવાણી કરી છે. 

fallbacks

અખાત્રીજના દિવસે કરાય છે આ વરતારો 
દેશના કેટલાક એક્સપર્ટસ અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે. ગઈકાલે અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અક્ષય તૃતિયાના દિવસે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વરતારો કાઢ્યો છે. 

ધોળકા નગરપાલિકામાં રાજકીય હડકંપ, ભાજપના 12 કાઉન્સિલરોએ એકસાથે રાજીનામા આપ્યા

અંબાલાલ પટેલનો વરતારો 
પવન જોઈને અંબાલાલ પટેલે કહ્યું કે, અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો. પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. આથી આગામી ચોમાસા માટે સારા સંકેત છે. વાળી ન સુકાય અને વરસાદ આવ્યા કરે. અખાત્રીજનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે.

કેવી રીતે અખાત્રીજનો પવન જોઈ વરતારો કઢાય છે
અખાત્રીજના દિવસે સવા હાથનું રાડુ એટલે કે (સીધી સળી) લઈ પવન જોવો. અખાત્રીજની બપોરે સવા હાથનું રાડુ ઉભી કરવી અને જો ઉત્તરમાં ત્રણથી છ કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો. ત્રણથી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવો. દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે. અખાત્રીજના દિવસે દિવસ ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે. પરોઢિયાનો પવન જોવા અઢી હાથનું રાડુ રાખી મેદાનમાં પવન જોવો. તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જોવો જોઈએ. દક્ષિણ અગ્નિ પૂર્વનો વા વાય તો ઉત્તમ ગણવો અને ઉભા કણસલા સુકા હોય તો ભય ઉપજાવે. તેમજ ઈશાનનો વાયુ વાય તો વધુ વરસાદ થાય. અખાત્રીજના દિવસે ઉનાળુ કે શિયાળુ પવનના વાય તો પવન ઉત્તમ ગણાય છે.

ગણેશ ગોંડલે મારા દીકરાને ઉઠાવ્યો! દીકરો ગુમાવનાર રતનાલાલ જાટે ઠાલવી વેદના

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More