Home> Sports
Advertisement
Prev
Next

વિનેશ ફોગાટે હજુ જોવી પડશે રાહ, હવે સિલ્વર માટે આ દિવસે આવશે કોર્ટનો ચુકાદો

પેરિસ ઓલિમ્પિક્સ દરમિયાન રેસલર વિનેશ ફોગાટે 6 ઓગસ્ટે 50 કિલોગ્રામ વર્ગમાં સતત ત્રણ મેચ રમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. પરંતુ બીજા દિવસે વજન વધારે હોવાને કારણે વિનેશને ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવી હતી. તેના વિરુદ્ધ વિનેશે CAS કોર્ટમાં અપીલ કરી હતી.
 

વિનેશ ફોગાટે હજુ જોવી પડશે રાહ, હવે સિલ્વર માટે આ દિવસે આવશે કોર્ટનો ચુકાદો

પેરિસઃ ભારતીય રેસલર વિનેશ ફોગાટ પર CAS નો આજે આવનારો ચુકાદો ટળી ગયો છે. હવે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તેના પર ચુકાદો 16 ઓગસ્ટે આવશે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ આજે ચુકાદો આપવાની હતી, પરંતુ હવે કોર્ટે આ માટે 16 ઓગસ્ટની તારીખ આપી છે. 16 ઓગસ્ટે રાત્રે 9.30 કલાકે ચુકાદો આવશે. પહેલા આજે રાત્રે 9.30 કલાકે ચુકાદો આવવાનો હતો.

fallbacks

ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર
આખરે આ ઘટના શું છે અને કઈ રીતે શરૂ થઈ હતી? હકીકતમાં પેરિસ ઓલિમ્પિક્સ દરમિયાન વિનેશે 6 ઓગસ્ટે સતત 3 મેચ રમી 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુશ્તીની ફાઈનલમાં પ્રવેશ કરી સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. ગોલ્ડ મેડલ મેચ 7 ઓગસ્ટે રમાવાની હતી, પરંતુ તે દિવસે સવારે વિનેશને ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવી, કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું.

ત્યારબાદ વિનેશે CAS માં કેસ દાખલ કરાવ્યો હતો. તેની માંગ હતી કે તેને ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ નિયમોનો હવાલો આપતા તેની આ માંગ તત્કાલ નકારી દેવામાં આવી હતી. ત્યારબાદ વિનેશે અપીલ કરતા કહ્યું કે તેને આ ઈવેન્ટનો સિલ્વર મેડલ આપવો જોઈએ.

આ પણ વાંચોઃ નોકરી બની મજબૂરી... આ ખેલાડીએ અચાનક ક્રિકેટને કહ્યું અલવિદા, ડેબ્યૂ મેચમાં છવાયો હતો

વિનેશે રેસલિંગને કહ્યું અલવિદા
7 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિક્સમાં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુશ્તીની ફાઈનલ રમાઈ હતી. તેના આગામી દિવસે વિનેશે રેસલિંગને અલવિદા કહી દીધું હતું. તેણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. 

વિનેશે કહ્યું હતું કે માં કુશ્તી મારી સામે જીતી ગઈ. હું હારી ગઈ માફ કરજો તમારૂ સપનું અને મારી હિંમત બધુ તૂટી ગયું. તેનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુશ્તી 2001-2024. તેણે માફી માંગતા કહ્યું કે હું તમારા બધાની ઋણી રહીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More