નવી દિલ્હી: એક ખેલાડી જ્યારે પોતાના દેશ માટે રમે છે તો પછી આખી દુનિયામાં તે પોતાનો દમ બતાવે છે. તેના લીધે તે કરોડો ફેન્સના દિલો પર રાજ કરે છે. પરંતુ આ લોકપ્રિયતાની સાથે જ ઘણા ખેલાડીની જિંદગીમાં વિવાદ પણ ઘર કરી જાય છે અને તેનું નામ સેક્સ સ્કેન્ડલ અને તમામ પ્રકારની અન્ય સમાચારોનો ભાગ બની જાય છે.
વેસ્ટઇન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટ જેમણે પોતાની આત્મકથામાં ખુલાસો કર્યો હતો કે આખી દુનિયામાં ફરીને તેમણે પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન લગભગ 650 છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા હતા. તેને લઇને તેમનું કહેવું હતું કે તે દુનિયાના સૌથી સુંદર ખેલાડી હતા. તેમણે આ તમામ વાતોનો ખુલાસો પોતાની આત્મકથા ‘Mind the Windows: My Story’માં કર્યો હતો.
શેન વોર્ન કરતાં સારું છું
બેસ્ટએ જણાવ્યું કે એક ખેલાડી તરીકે હું જ્યાં પણ ગયો મેં ત્યાં છોકરીઓ સાથે વાત કરી, તેમને ડેટ કરી અને પછી તેમની સાથે સંબંધ બનાવ્યો. તેમણે કહ્યું કે લગભગ 650 છોકરીઓ સાથે મેં સંબંધ બાંધ્યો છે. તેમને જ્યારે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ શેન વોર્ન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો તેમણે હસતાં હસતાં કહ્યું કે ફીલ્ડ પર મારા કરતાં સારા હોઇ શકે પરંતુ હું તેમના ખરાબ પરફોમન્સ વિશે જાણતો નથી. તમને જણાવી દઇએ કે શેન વોર્ન પણ પોતાની સેક્સ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં રહે છે.
Xiaomi વર્ષ 2020 સુધી પોતાના 20 હજાર રૂપિયાથી મોંઘા ફોનમાં આપશે 5G કનેક્ટિવિટી
ઓસ્ટ્રેલિયન છોકરીઓ સૌથી સારી
સમાચારોનું માનીએ તો એક સમયે ટીનો પોતાને પુરૂષ વેશ્યાની શ્રેણીમાં રાખે છે. જોકે તેમણે સ્વિકાર્ય કર્યો કે ક્યારેય છોકરીઓને દગો આપ્યો નથી. તે પહેલાં તમને જણાવી દઉ કે હું રિલેશનમાં ન આવી શકું ફક્ત મને મસ્તી કરું છું. તેમનું માનવું હતું કે દુનિયાભરમાં ઓસ્ટ્રેલિયન છોકરીઓનો કોઇ જવાબ નથી. તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે અને તેમનું શરીર એકદમ આકર્ષક હોય છે. ટિનોએ તાજેતરમાં જ યુવાનોને સંકેત આપતાં કહ્યું હતું કે તે મને ક્યારેય કોપી ન કરે અને છોકરીઓને ચીટ ન કરે. તમને જણાવી દઇએ કે ટિનોએ 2003 થી માંડીને 2014 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે