Home> Sports
Advertisement
Prev
Next

કોણ છે આ સ્ટાર ઓલરાઉન્ડર ? IPL 2025 વચ્ચે KKRએ અચાનક ટીમમાં આપી એન્ટ્રી

Kolkata Knight Riders : આઈપીએલ 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સની અત્યાર સુધીની સફર કંઈ ખાસ રહી નથી. તેણે 5 મેચ રમી છે, જેમાં તેણે બેમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન KKRએ એક સ્ટાર ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કર્યો છે.

કોણ છે આ સ્ટાર ઓલરાઉન્ડર ? IPL 2025 વચ્ચે KKRએ અચાનક ટીમમાં આપી એન્ટ્રી

Kolkata Knight Riders : આઈપીએલ 2025માં અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ રમી રહેલી KKRએ RCB સામે હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. જો કે, ટીમે કમબેક કર્યું અને બીજી મેચમાં રાજસ્થાન સામે જીત મેળવી. આ પછી રમાયેલી ત્રણ મેચોમાં તેને ફક્ત એક જ જીત મળી છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળી છે. ત્યારે હવે KKRએ એક સ્ટાર ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કર્યો છે.

fallbacks

આ સ્ટાર ઓલરાઉન્ડર KKR સાથે જોડાયો

સ્ટ્રીટ ટેનિસ ક્રિકેટનો સ્ટાર ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે નેટ બોલર તરીકે આઈપીએલમાં જોડાયો છે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની છેલ્લી બે સિઝનમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ, મુંબઈના સ્ટાર ઓલરાઉન્ડર અભિષેક કુમાર અભિષેક દલહોરને KKR દ્વારા વર્તમાન IPL 2025 માટે નેટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

ગુજરાત સામેની મેચમાં રાજસ્થાનના ખેલાડીઓને આ ભૂલ પડી ભારે...BCCIએ કરી કાર્યવાહી

કોણ છે અભિષેક દલહોર ?

ISPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી અભિષેક દલહોર લીગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યો છે. તેણે પોતાની ઝડપ, સાતત્ય, કૌશલ્ય અને મેચ જીતવાની ક્ષમતાથી બધાને પ્રભાવિત કર્યા. આ વર્ષની શરૂઆતમાં આયોજિત સિઝન 2 માં અમિતાભ બચ્ચનની માલિકીની માઝી મુંબઈના ટાઈટલ-વિજેતા ઝુંબેશનો મહત્વનો હિસ્સો ધરાવતા અભિષેક દલહોર ટૂંક સમયમાં જ ક્રિકેટ ચાહકોમાં ફેમસ બની ગયો છે.

અમદાવાદમાં આ શું થયું ? મેદાન વચ્ચે અમ્પાયરો સાથે બાખડ્યો રિયાન પરાગ

હરિયાણાની શેરીઓથી લઈને આઈપીએલ સુધી...

અંબાલામાં જન્મેલા આ ક્રિકેટરે ISPLની બે સિઝનમાં 19 મેચમાં 324 રન બનાવ્યા અને 33 વિકેટ લીધી. તેમના ઉત્કૃષ્ટ યોગદાનને કારણે તેમને સિઝન-1માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને સિઝન-2માં બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. હરિયાણાની શેરીઓથી લઈને ISPLના મોટા મંચ સુધી અને હવે IPL ઇકોસિસ્ટમમાં પ્રવેશતા અભિષેક દલહોરની સફર એ એક ઉત્તમ ઉદાહરણ છે કે ISPL ભારતમાં ગ્રાસરૂટ ક્રિકેટમાં કેવી ક્રાંતિ લાવી રહ્યું છે.

દેશની અગ્રણી ટેનિસ-બોલ T-10 ક્રિકેટ લીગ તરીકે ISPL મહત્વાકાંક્ષી ક્રિકેટરોને તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરવા અને વિશ્વ મંચ પર છાપ પાડવા માટે એક સુવ્યવસ્થિત વ્યાવસાયિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. KKR દ્વારા અભિષેકની પસંદગી એ ISPLના ભારતની છુપાયેલી ગ્રાસરૂટ ક્રિકેટિંગ પ્રતિભાને બહાર કાઢવા અને તેને હીરો બનાવવાના મિશનનો એક પાવરફુલ સાક્ષી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More