Shikhar Dhawan Girlfriend : શિખર ધવને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તેમ છતાં તે સતત ચર્ચામાં રહે છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો હતો. તે દુબઈમાં ભારતીય ટીમની ઘણી મેચ એન્જોય કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન 20 ફેબ્રુઆરીએ ભારત અને બાંગ્લાદેશની મેચ રમાઈ હતી, જેમાં ધવન એક મિસ્ટ્રી વુમન સાથે જોવા મળ્યો હતો. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી હતી. ત્યારે લોકોના મનમાં સવાલ છે કે આખરે આ મહિલા કોણ છે ? શું તે માત્ર શિખર ધવનની મિત્ર છે કે પછી તેમની વચ્ચે ગાઢ સંબંધ છે ?
હાર્દિક પર બેન, તો બુમરાહ ઈજાગ્રસ્ત...IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર થશે આ ખેલાડી
કોણ છે આ મિસ્ટ્રી વુમન ?
શિખર ધવન સાથે જોવા મળ્યા બાદ આ મિસ્ટ્રી વુમનના વીડિયો અને તસવીરો ઘણી શેર કરવામાં આવી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલાનું નામ સોફી શાઈન છે અને તે આયર્લેન્ડની નાગરિક છે. જો કે, તેમના સંબંધો અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. તેમના સંબંધો વિશે જાણવા માટે લોકોની ઉત્સુકતા વધી ગઈ છે, ત્યારે જાણવા મળ્યું છે કે ધવન ઈન્સ્ટાગ્રામ પર સોફી શાઈનને ફોલો કરે છે.
રિષભ પંતના ઘરે બેન્ડ-બાજા-બારાત, ઘરમાં વાગશે ઢોલ-શરણાઈ...ક્રિકેટરોનો જામશે મેળાવડો
ઈન્સ્ટાગ્રામ પર સોફી શાઈનને ફોલો કરે છે શિખર ધવન
ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા સોફી શાઈનના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા લગભગ 6 હજાર હતી. પરંતુ શિખર ધવન સાથે તેનું નામ જોડાવાને કારણે તેના ફોલોઅર્સમાં પણ ઝડપથી વધારો થયો છે. અત્યાર સુધી 38 હજારથી વધુ લોકો તેને ફોલો કરી રહ્યા છે. ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન જ્યારે શિખર ધવન સોફી શાઈન સાથે સ્ક્રીન પર દેખાયો, ત્યારે તે અનકંફર્ટેબલ દેખાવા લાગ્યો હતો. શિખર ધવન અને સોફી શાઈન આ પહેલા પણ સાથે જોવા મળ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં સાથે જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે