Home> Sports
Advertisement
Prev
Next

ટ્વિટર પર કેમ ટ્રેંડ કરી રહ્યા છે ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજી, જાણો કારણ

જોકે લક્ષ્મીપતિ બાલાજી વિશે 'બોલીવુડ ઇનસાઇડર'નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં રોડ અકસ્માતનો ભોગ બનેલી વાદળી રંગની લક્સરી કારને બતાવવામાં આવી છે.

ટ્વિટર પર કેમ ટ્રેંડ કરી રહ્યા છે ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજી, જાણો કારણ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજી (Lakshmipathy Balaji)નું નામ ગુરૂવારે સવારથી ટ્વિટર પર ટ્રેંડ કરી રહ્યું છે, તેની પાછળનું કારણ એકદમ પરેશાન કરનાર છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ચેન્નઇ સુપરકિંગ્સના આ પૂર્વ ક્રિકેટર હાલ ક્યાં છે અને કઇ પરિસ્થિતિમાં છે. 

fallbacks

જોકે લક્ષ્મીપતિ બાલાજી વિશે 'બોલીવુડ ઇનસાઇડર'નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં રોડ અકસ્માતનો ભોગ બનેલી વાદળી રંગની લક્સરી કારને બતાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 'લક્ષ્મીપતિ બાલાજીની બીએમડબ્લ્યૂ મળી ગઇ છે. આ એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેને વાંચીને ગમે તેની ચિંતા વધી શકે છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે 'RIP લક્ષ્મીપતિ બાલાજી' એટલે કે લક્ષ્મીપતિ બાલાજીની આત્માને શાંતિ મળે. 
fallbacks

આ બંને ટ્વીટ બાદ ક્રિકેટર બાલાજીને ઓળખનાર તેમની સલામતીની દુઆ કરી રહ્યા છે. જોકે એવા સમાચારની પુષ્ટિ હજુ થઇ નથી. બાલાજીના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ એવી કોઇ જાણકારી આપવામાં આવી નથી. ક્રિકેટ ફેન્સને આશા છે કે જો આ સમાચાર અફવા છે તો જલદી જ બાલાજી પોતે સામે આવીને સમાચારને નકારી કાઢશે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More