Home> Technology
Advertisement
Prev
Next

Traffic challan થી જો હેરાન પરેશાન હોવ તો ફટાફટ કરો આ એક કામ...નહીં કપાય ચલણ!

અનેકવાર જાણે અજાણ્યે આપણે ટ્રાફિક લાઈટ જમ્પ(Traffic Light Jump) કરતા હોઈએ છીએ. સ્પીડ કેમેરા ફ્લાયઓવર કે રસ્તા વચ્ચે પણ લાગેલા હોય છે. જો તમે ધ્યાન ન આપ્યું તો ઓવર સ્પીડનું પણ ચલણ(Challan) કપાય તે નક્કી છે. મોટાભાગના લોકોને ઓનલાઈન મળતા ચલણ ઓવર સ્પીડ અને રેડ લાઈટ જમ્પના જ હોય છે. આ ચલણ સ્પીડ કેમેરા(Speed Camera)ની મદદથી કપાય છે. 

Traffic challan થી જો હેરાન પરેશાન હોવ તો ફટાફટ કરો આ એક કામ...નહીં કપાય ચલણ!

નવી દિલ્હી: અનેકવાર જાણે અજાણ્યે આપણે ટ્રાફિક લાઈટ જમ્પ(Traffic Light Jump) કરતા હોઈએ છીએ. સ્પીડ કેમેરા ફ્લાયઓવર કે રસ્તા વચ્ચે પણ લાગેલા હોય છે. જો તમે ધ્યાન ન આપ્યું તો ઓવર સ્પીડનું પણ ચલણ(Challan) કપાય તે નક્કી છે. મોટાભાગના લોકોને ઓનલાઈન મળતા ચલણ ઓવર સ્પીડ અને રેડ લાઈટ જમ્પના જ હોય છે. આ ચલણ સ્પીડ કેમેરા(Speed Camera)ની મદદથી કપાય છે. 

fallbacks

એક રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે એક ઝટકે લખપતિ!, જાણો કઈ રીતે

હવે અમે તમને એક એવી એપ અંગે જણાવીશું કે જે તમને શહેરમાં ચાર રસ્તે અને રસ્તાઓ પર લાગેલા સ્પીડ કેમેરાની જાણકારી આપશે. આ એપની ખાસિયત એ છે કે જેવા તમે કોઈ સ્પીડ કેમેરા નજીક પહોંચશો કે તમને તેની એલર્ટ મળી જશે. આ એપની મદદથી તમે શહેરોમાં છૂપાયેલા તમામ સ્પીડ કેમેરાથી બચી શકો છો. આ સાથે જ આ એપ તમને મસમોટા ટ્રાફિક ચલણથી પણ બચાવી શકે છે. 

થોડા સમય પહેલા ગૂગલ મેપ(Google Map) પર સ્પીડ કેમેરાની માહિતી પણ મળતી હતી. પરંતુ ગૂગલે કોઈ પણ કારણ જણાવ્યાં વગર આ સુવિધાને પોતાના ગૂગલ મેપથી હટાવી લીધી હતી. પરંતુ આ બધા વચ્ચે હવે Radarbot નામની નવી એપ આવી ગઈ છે. આ એપ તમને રસ્તાઓ અને ચાર રસ્તે લાગેલા સ્પીડ કેમેરાની જાણકારી ઉપલબ્ધ કરાવે છે. 

Apple એ લોન્ચ કર્યા iPhone 12 સિરીઝના ચાર ફોન, ફીચર્સ અને કિંમત જાણવા કરો ક્લિક

આ રીતે ઉપયોગ કરો Radarbot એપનો..

- એપ સ્ટોરમાંથી Radarbot સર્ચ કરીને એપને ડાઉનલોડ કરો.
- હવે ગૂગલ મેપ ખોલો અને તેને મિનિમાઈઝ કરો.
- રડારબોટને ફરીથી ખોલીને તેને જરૂરી પરમિશન આપો.
- એપની મેઈન સ્ક્રિન પર તમને કરન્ટ લોકેશન અને જમણી બાજુ સ્પીડોમીટર જોવા મળશે. 
- એપને ખુલ્લી રાખો અને કાર ચલાવતી વખતે તેને પોતાના ડેશબોર્ડમાં રાખી લો.
- રસ્તામાં જેવો કોઈ સ્પીડ કેમેરા આવશે કે એપ તમને એલર્ટ કરી દેશે. 

આ એપને ચલાવવા માટે બેકગ્રાઉન્ડમાં ગૂગલ મેપનું ચાલવું જરૂરી છે. ગૂગલ મેપ તમને નેવિગેશનમાં મદદ કરશે. જ્યારે ફોરગ્રાઉન્ડમાં રડારબોટ કામ કરશે. આ એપ તમે ટ્રાફિક સિગ્નલ્સ પર લાગેલા સ્પીડ કેમેરા, ટનલ કેમેરા, અને નંબર પ્લેટ રેકોગ્નાઈઝેશન કેમેરાની જાણકારી ઉપલબ્ધ કરાવે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More