Home> Sports
Advertisement
Prev
Next

મહિલા એશિયા કપઃ પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

આ મેચમાં વિજય મેળવીને ટીમ ઈન્ડિયાએ ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. 

 મહિલા એશિયા કપઃ પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં શનિવારે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાકુ કરી લીધું છે. બંન્ને ટીમો કિનરારા એકેડમી ઓવલ મેદાન પર આમને-સામને હતી. ભારત અને પાકિસ્તાન બંન્ને ટીમો પાસે પહેલાથી જ 6-6 અંક હતા અને પ્રથમ બે સ્થાને હતી. ભારત નેટ રનરેટમાં પાક કરતા આગળ હોવાથી પ્રથમ સ્થાને હતી. હરમનપ્રીત કૌરને આગેવાનીમાં ટીમની નજર સાતમાં એશિયા કપ ટાઇટલ પર છે.

fallbacks

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 72 રન બનાવ્યા. ભારતીય બોલર્સો સામે પાકની ટીમ નિઃસહાય જણાઈ હતી. ભારતે 23 બોલ બાકી રહેતા 16.1 ઓવરમાં 3 વિકેટે 75 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 

મેચમાં એકતા બિષ્ટે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બેટિંગમાં સ્મૃતિ મંધાનાએ 40 બોલમાં 38 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

મહત્વનું છે કે, ભારતે પોતાના ગત મેચમાં ગુરૂવારે શ્રીલંકાને એક તરફી મેચમાં હરાવ્યું હતી અને આ મોટી જીત બાદ ભારતનો આત્મવિશ્વાસ વધ્યો હતો. તેની પહેલાની મેચમાં બાંગ્લાદેશ સામે ભારતનો પરાજય થયો હતો. ત્યારબાદ ભારતે શાનદાર વાપસી કરી છે. 

આ જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હારનારી ટીમ પાકિસ્તાનને બાંગ્લાદેશ અને મલેશિયા વચ્ચે રમાનારી મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More