Yuzvendra Chahal : 1 એપ્રિલના રોજ રમાયેલી IPL 2025ની અન્ય એક રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ સામસામે હતા. એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરીને 171 રન બનાવ્યા હતા.
IPL Pitch controversy : લખનૌ-પંજાબ મેચ બાદ પિચને લઈને વિવાદ, ઝહીર ખાને ઉઠાવ્યા સવાલ
ટીમના મુખ્ય બેટ્સમેન ઋષભ પંત, મિચેલ માર્શ અને ડેવિડ મિલર કોઈ મોટું યોગદાન આપી શક્યા ન હતા. પરંતુ નિકોલસ પુરને શાનદાર રીતે 30 બોલમાં 44 રનની ઇનિંગ રમીને લખનૌને મજબૂત સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પુરનનો આ પ્રયાસ લાંબો સમય ટકી શક્યો નહીં, કારણ કે યુઝવેન્દ્ર ચહલની સ્પિને તેની ઇનિંગ્સ પર બ્રેક લગાવી દીધી હતી.
Outfoxing his opponent, ft. Yuzvendra Chahal 😎#TATAIPL's leading wicket-taker gets the HUGE scalp of Nicholas Pooran 😮#LSGvPBKS | @PunjabKingsIPL | @yuzi_chahal pic.twitter.com/WGgc84j0rC
— IndianPremierLeague (@IPL) April 1, 2025
મેચ દરમિયાન 11મી ઓવરમાં પુરને માર્કસ સ્ટોઈનિસના બોલ પર ફોર અને લાંબી સિક્સ ફટકારી, જેના કારણે લખનૌનો રન રેટ વધી ગયો. પરંતુ તેની આગલી જ ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે તેને આઉટ કર્યો હતો. પુરને 12મી ઓવરના બીજા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટને બરાબર અથડાયો નહીં અને સીધો હવામાં ગયો. ગ્લેન મેક્સવેલે આસાન કેચ લઈને પૂરનની ઈનિંગ્સનો અંત આણ્યો હતો.
ગાવસ્કરનો ઠપકો અને હવે BCCIનો 'હંટર'... લખનૌના ખેલાડીને ભારે પડી નવાબી
પૂરન આઉટ થતાંની સાથે જ કેમેરા ચહલ તરફ વળ્યો અને તે અપશબ્દો બોલતો હોય તેવું લાગી રહ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ કરી રહ્યો છે. તેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે હતી, જ્યાં તેને કોઈ વિકેટ મળી ન હતી. પરંતુ લખનૌ સામે તેણે નિકોલસ પૂરનને આઉટ કરીને આઈપીએલ 2025માં પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે