Home> Technology
Advertisement
Prev
Next

કરોડો મોબાઈલ યુઝર્સને લાગશે મોટો ઝટકો, રિચાર્જ પ્લાનની કિંમતમાં થશે 10થી 20 ટકાનો વધારો!

ટેલીકોમ કંપનીઓ ફરી મોબાઈલ રિચાર્જ પ્લાનની કિંમતો વધારી શકે છે. સામે આવેલા રિપોર્ટ પ્રમાણે આ વર્ષના અંત સુધી મોબાઈલ પ્લાનના દરો 10થી 20 ટકા સુધી મોંઘા થઈ શકે છે. 

 કરોડો મોબાઈલ યુઝર્સને લાગશે મોટો ઝટકો, રિચાર્જ પ્લાનની કિંમતમાં થશે 10થી 20 ટકાનો વધારો!

નવી દિલ્હીઃ દેશના 120 કરોડથી વધુ મોબાઇલ યુઝર્સને ફરી ઝટકો લાગી શકે છે. ટેલીકોમ કંપનીઓ આ વર્ષના અંત સુધી રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે. સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે ટેલીકોમ કંપનીઓ મોબાઈલ પ્લાનના દરમાં 10થી 20 ટકાનો વધારો કરી શકે છે. આ ટેલીકોમ કંપનીઓ દ્વારા છેલ્લા છ વર્ષમાં ચોથો ભાવ વધારો હશે. આ પહેલા પાછલા વર્ષે જુલાઈમાં ખાનગી ટેલીકોમ કંપનીઓએ પોતાના મોબાઈલ પ્લાનના દરમાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો.

fallbacks

10થી 20 ટકા મોંઘા થશે પ્લાન
મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, ટેલીકોમ ઉદ્યોગના વિશ્લેષકોનું માનવું છે કે ટેલિકોમ કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહી છે. આ ઉપરાંત, નિયમનકારી જરૂરિયાતો, લાઇસન્સ વગેરેને પહોંચી વળવા માટે કરવામાં આવેલ ખર્ચ પણ ટેલીકોમ કંપનીઓ પર ભંડોળનું દબાણ લાવી રહ્યું છે. તાજેતરમાં વોડાફોન-આઇડિયાએ સરકારને તેના રૂ. 36,950 કરોડના સ્પેક્ટ્રમ લેણાંને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવા જણાવ્યું છે. આ રીતે વોડાફોન-આઈડિયામાં સરકારનો હિસ્સો 22.6 ટકાથી વધીને 49 ટકા થઈ જશે.

વિશ્લેષકો કહે છે કે અમે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ટેરિફમાં 10 થી 20 ટકાના વધારાની અપેક્ષા રાખીએ છીએ. આ ભાવ વધારા સાથે, ટેલિકોમ કંપનીઓ તેમની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક એટલે કે ARPU માં વધારો કરી શકશે, ત્યારબાદ આ સેક્ટરમાં આવકની દૃશ્યતા દેખાવા લાગશે. આ ભાવવધારા બાદ દેશની બે મોટી ટેલીકોમ કંપનીઓ ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોનું ARPU 2025 અને 2027ની વચ્ચે મજબૂત વૃદ્ધિ કરી શકે છે.

આ પણ વાંચોઃ Jio ના 46 કરોડ યુઝર્સની ચિંતા દૂર, કંપનીઓ લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, મળશે આ બેનિફિટ્સ

નેટવર્ક એક્સપેન્શન માટે મોટા પાયે રોકાણ
તો નિષ્ણાંતોનું કહેવું છે કે વોડાફોન-આઈડિયાએ પોતાના પ્લાનના દરો તત્કાલ વધારી દેવા જોઈએ જેથી 4G એક્સપેન્શન અને 5G રોલઆઉટમાં થયેલ વિલંબને કવર કરી શકાય. તે માટે કંપનીને મોટા રોકાણની જરૂર છે. પાછલા વર્ષે જુલાઈમાં થયેલા ભાવ વધારા છતાં વોડાફોન-આઈડિયાની ઓપરેશનલ રિકવરી યોગ્ય રીતે થઈ શકી નથી. તેનું મુખ્ય કારણ સબ્સક્રાઇબર બેઝમાં સતત ઘટાડો અને 5જી લોન્ચ કરવા માટે મોટા પાયે રોકાણ કરી રહ્યું છે.

અન્ય એક બ્રોકરેજ ફર્મ Ambit નું કહેવું છે કે અમે ડિસેમ્બર સુધી આશરે 15 ટકા સુધીના ટેરિફ હાઈકની અપેક્ષા રાખી રહ્યાં છીએ. સરકારે પણ ટેલીકોમ કંપનીઓને સમર્થન આપ્યું છે, જેના કારણે ભાવ વધારા છતાં ભારતમાં રિચાર્જ પ્લાનની કિંમતો દુનિયામાં સૌથી ઓછા છે. રિસર્ચ એનાલિસ્ટનું કહેવું છે કે આવનારા સમયમાં રિચાર્જ પ્લાનની કિંમતો વધતી રહેશે, જેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ છતાં રેવેન્યુમાં નુકસાન ન થાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More