Home> Technology
Advertisement
Prev
Next

Best Selling Car: વેગનઆર, બલેનો બધાને છોડી આ 7 લાખથી પણ સસ્તી કારના દીવાના થયા લોકો, ખરીદવા માટે પડાપડી

Best Selling Car May 2025: મે મહિનામાં કારોના વેચાણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. જ્યાં મારુતિની એક કારે વેગનઆર સહિત અનેક ગાડીઓને પછાડી દીધા. માર્ચ અને એપ્રિલની ટોપ સેલિંગ કાર હુંડઈ  ક્રેટા ચોથા નંબર પર ધકેલાઈ ગઈ. મે મહિનામાં સૌથી વધુ વેચાયેલી કારોની યાદી ચેક કરો. 

Best Selling Car: વેગનઆર, બલેનો બધાને છોડી આ 7 લાખથી પણ સસ્તી કારના દીવાના થયા લોકો, ખરીદવા માટે પડાપડી

 

fallbacks

 

 

મે 2025ની ટોપ 10 કારોની યાદી સામે આવી ગઈ છે અને યાદી સામે આવતા જ જાણે હડકંપ મચ્યો છે. આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં ટોપ પર રહેલી હુંડઈ  ક્રેટાને મે મહિનામાં ચોથા નંબર પર ધકેલનારી ગાડી છે મારુતિ સુઝૂકી ડિઝાયર. ડિઝાયરને મે મહિનામાં 18 હજારથી વધુ લોકોએ ખરીદી અને વેચાણમાં વાર્ષિક સ્તરે સારો એવો વધારો નોંધાયો. ત્યારબાદ મારુતિ સુઝૂકી અર્ટિગા અને બ્રેઝા ટોપ 3માં જોવા મળી. મહિન્દ્રા સ્કોર્પીયો સતત બીજા મહિને ટોપ 5માં જોવા મળી. બીજી બાજુ મારુતિ સુઝૂકીની સ્વિફ્ટ અને વેગનઆર કાર જેવી હેચબેકના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો. ટાટા મોટર્સ માટે સારી વાત એ હતી કે જ્યાં નેક્સોનનું વેચાણ વધ્યું ત્યાં પંચની પણ ટોપ 10 કારોમાં વાપસી થઈ. મે 2025માં સૌથી વધુ વેચાયેલી 10 કારની યાદી ચેક કરો. 

ટોપ પર મારુતિ ડિઝાયર, બીજા નંબરે અર્ટિગા
મારુતિ સુઝૂકીની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર ગત મે મહિનામાં સૌથી વધુ વેચાયેલી કાર રહી અને 6.84 લાખ રૂપિયાની શરૂઆતી એક્સ શોરૂમ કિંમતવાળી ડિઝાયરના કુલ 18,084 યુનિટ વેચાયા. ડિઝાયરના વેચાણમાં ગત મહિને વાર્ષિક રીતે 13 ટકાનો વધારો થયો. મારુતિ સુઝૂકીની સૌથી વધુ વેચાયેલી 7 સીટર કાર અર્ટિગા ગત મહિને દેશમાં સૌથી વધુ વેચાયેલી કારોની યાદીમાં બીજા નંબરે રહી જેને 16,140 ગ્રાહકોએ ખરીદી. વાર્ષિક વેચાણમાં 16 ટકાનો વધારો થયો. 

ત્રીજા નંબરે મારુતિ સુઝૂકી બ્રેઝા, ચોથા નંબરે ક્રેટા
મારુતિ સુઝૂકીની કોમ્પેક્ટ એસયુવી બ્રેઝા ગત મહિને ત્રીજી સૌથી વધુ વેચાયેલી કાર રહી અને તેને 15,566 ગ્રાહકોએ ખરીદી. બ્રેઝાના વેચાણમાં વાર્ષિક સ્તરે 10 ટકાનો વધારો નોંધાયો. જ્યારે ચોથા નંબરે ક્રેટા જોવા મળી. ક્રેટા છેલ્લા 2 મહિનાથી ટોપ પર રહેતી હતી પરંતુ મે મહિનામાં સરકીને ચોથા નંબરે પહોંચી. મે મહિનામાં કુલ 14,860 ગ્રાહકોએ ક્રેટા ખરીદી. 

સ્કોર્પિયો ટોપ 5માં
મહિન્દ્રા સ્કોર્પિયો સિરીઝ એસયુવીનું ભારતમાં બંપર વેચાણ થઈ રહ્યું છે અને આ કારણે તે મિડસાઈઝ એસયુવી મે મહિનામાં ફરીથી ટોપ 5માં જગ્યા બનાવવામાં સફળ રહી. સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો  ક્લાસિકનું સંયુક્ત રીતે ગત મહિને 14,401 યુનિટનું વેચાણ થયું. આ સંખ્યા વાર્ષિક રીતે 5 ટકાનો વધારો દર્શાવે છે. 

છઠ્ઠા સ્થાને મારુતિ સ્વિફ્ટ, સાતમા નંબરે વેગનઆર
મારુતિ સુઝૂકીની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટમાં ગત મહિને વાર્ષિક સ્તરે 27 ટકાનો વેચાણ ઘટાડો નોંધાયો અને તેને 14,135 ગ્રાહકોએ ખરીદી. જ્યારે મારુતિ વેગનઆર કે જ સૌથી લોકપ્રિય ફેમિલી કાર ગણાય છે તે આ વખતે મે મહિનામાં 13,949 યુનિટ વેચાણ સાથે સાતમા નંબરે જોવા મળી. એપ્રિલમાં વેગનઆર 9માં નંબરે પહોંચી હતી. 

મારુતિ ફ્રોન્ક્સની માંગ વધી
મે મહિનામાં ટોપ સેલિંગ કારોમાં મારુતિની ફ્રોન્ક્સ આઠમા નંબરે જોવા મળી અને તેને 13,584 ગ્રાહકોએ ખરીદી. ફ્રોન્ક્સના વેચાણમાં વાર્ષિક રીતે 7 ટકાની તેજી જોવા મળી. 

ટાટા પંચની વાપસી
ટાટા પંચની ટોપ 10  કારોમાં મે મહિનામાં વાપસી થઈ અને આ કોમ્પેક્ટ એસયુવી યાદીમાં 9માં નંબરે પહોંચી. પંચને 13,133 ગ્રાહકોએ ખરીદી અને આ સંખ્યા મે 2024ની 18,949 યુનિટની સરખામણીએ 31 ટકા ઘટાડો દર્શાવે છે. યાદીમાં ટાટાની નેક્સોન કાર 10માં નંબરે છે. મે મહિનામાં ટાટા નેક્સોનને 13,096 ગ્રાહકોએ ખરીદી. વાર્ષિક રીતે જોઈએ તો તેમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More