Home> Spiritual
Advertisement
Prev
Next

Numerology: આ 3 મૂળાંકવાળા લોકો હોય છે ગજબના ચાલાક, લોકોને પોતાની જાળમાં ફસાવવાનો હોય છે હુનર!

અંક જ્યોતિષમાં એવા કેટલાક મૂળાંક હોય છે  જે પોતાના પ્રભાવશાળી સ્વભાવના કારણે લોકોને પોતાની જાળમાં ફસાવવાનો હુનર ધરાવે છે. આવા લોકોમાં એવું તે શું હોય છે કે લોકો તેમની પાસે ખેંચાઈ આવે છે તે ખાસ જાણો. 

Numerology: આ 3 મૂળાંકવાળા લોકો હોય છે ગજબના ચાલાક, લોકોને પોતાની જાળમાં ફસાવવાનો હોય છે હુનર!

અંક જ્યોતિષમાં એવા કેટલાક મૂળાંક તમે કહી શકો કે તેમનામાં જાણે સંમોહન શક્તિ હોય છે અને કોઈ પણ તેમના તરફ ખેંચાઈ આવે છે. આવી સંખ્યાવાળા લોકો આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે લોકોને પોતાની જાળમાં ફસાવી લે છે. તમને એમ થશે કે આ તે વળી કયા મૂળાંક છે તો ખાસ જાણો. આ જે મૂળાંકવાળા લોકો છે તેમની જાદુઈ, ચતુર અને રહસ્યમયી પ્રકૃતિના કારણે લોકોમાં જાણીતા હોય છે અને તેમની કમ્યુનિકેશન સ્કીલ એટલી સારી હોય છે કે બીજા લોકો પણ જલદી તેમનાથી પ્રભાવિત થઈ જાય છે. 

fallbacks

મૂળાંક 1
સૌથી પહેલા વાત કરીએ મૂળાંક 1ની તો તેનો સ્વામી ગ્રહ સૂર્ય હોય છે જે નેતૃત્વ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે. જે લોકોનો જન્મ 1, 10, 19, કે 28 તારીખે થયો હોય તેમનો મૂળાંક 1 હોય છે. આ લોકો જન્મજાત નેતા હોય છે. તેમની આંખોમાં તેજ, અવાજમાં રૂઆબ અને ઓર્ડરવાળી ભાષા હોય છે. જેવા આ લોકો રૂમમાં ઘૂસે કે તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષે છે. તેમનો આત્મવિશ્વાસ જોઈને લોકો તેમના કાયલ થાય છે. તેમનું તેજ અને નેતૃત્વ કરવાવાળો સ્વભાવ લોકોને તેમની પાછળ ચાલવા માટે મજબૂર કરે છે. દાખલા તરીકે આ લોકો બિઝનેસ મીટિંગ્સ કે સામાજિક સમારોહોમાં બધાનું ધ્યાન પોતાની તરફ  ખેંચે છે. આ લોકો બિઝનેસ, મેનેજમેન્ટ, પોલિટિક્સ, કે રચનાત્મક ફીલ્ડમાં ચમકે છે. મિત્ર અંક  3, 5, 9; જ્યારે શત્રુ અંક 4, 8. છે. ભાગ્યશાળી અંક લાલ, ઓરેન્જ, સોનેરી. મૂળાંક 1ના લોકોએ રોજ સૂર્યને પાણી ચડાવવું જોઈએ. 

મૂળાંક 5
આ મૂળાંકના લોકોને ચતુરાઈ અને બદલાવના બાદશાહ કહેવામાં આવે છે. તેમનો સ્વામી ગ્રહ બુધ હોય છે. જે લોકોનો જન્મ 5, 14 કે 23 તારીખે થયો હોય તેમનો મૂળાંક 5 હોય છે. આ લોકો ચાલાક અને બુદ્ધિશાળી તથા સંવાદમાં હોશિયાર હોય છે. તેમની બોલવાની રીત બધાના મન મોહી  લે છે. આ લોકો દરેક સ્થિતિમાં ઢળી જાય છે. પોતાની ચતુરાઈથી બીજાને પોતાના વિચારો સાથે સહમત કરી લે છે. તેઓ રિસ્ક લેનારા અને રોમાંચક અંદાજ લોકોને તેમની નજીક લાવે છે. આ લોકો હંમેશા કઈક નવું અને મજેદાર કરવાનું વિચારે છે. આ લોકો પોતાની ચતુરાઈ અને હાજરજવાબીથી બીજાને પોતાના પ્લાનમાં સામેલ કરી લે છે. તેમની મસ્તી અને આઝાદી પસંદ સ્વભાવ લોકોને દીવાના કરે છે. 

મૂળાંક 7
7 મૂળાંકવાળા લોકોની ચૂપ્પીમાં જાદુ હોય છે. આવા લોકો 'ઓછું બોલો અને વધુ પ્રભાવ પાડો'વાળી સ્ટાઈલમાં વિશ્વાસ ધરાવે છે. આ લોકો પોતાની ઊંડી સોચ અને રહસ્યમયી અંદાજથી બીજાને પોતાના વિચારો અને આધ્યાત્મની દુનિયામાં ખેંચે છે. લોકો જલદી તેમનાથી ઈમ્પ્રેસ થાય છે અને પોતાને તેમની સાથે જોડી લે છે. તર્ક, બુદ્ધિ, અને બોલવાનો જાદુ તેમને અમીર બનાવે છે અને લોકોને મોહિત કરીને પોતાની વાત મનાવવાનો પણ તેમનામા ગુણ હોય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More