Home> Technology
Advertisement
Prev
Next

મોદી સરકારની મોટી કાર્યવાહી! બેન કર્યા 7 લાખથી વધુ SIM Card, કારણ છે નાનકડું, શું આ લિસ્ટમાં આવશે તમારો નંબર?

ભારત સરકારે ફેબ્રુઆરી 2025 સુધીમાં 7.8 લાખથી વધુ સિમ કાર્ડ્સ, 3,000 થી વધુ Skype ID અને 83,000 થી વધુ WhatsApp એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. DoT એ X પર આ માહિતી શેર કરી છે.

મોદી સરકારની મોટી કાર્યવાહી! બેન કર્યા 7 લાખથી વધુ SIM Card, કારણ છે નાનકડું, શું આ લિસ્ટમાં આવશે તમારો નંબર?

Government bans over 780,000 SIMs: સરકાર ડિજિટલ ફ્રોડ (સાયબર ફ્રોડ) સામે કડક પગલાં લઈ રહી છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં 7.8 લાખથી વધુ સિમ કાર્ડ 3,000 થી વધુ સ્કાયપ આઈડી અને 83,000થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બુંદી સંજય કુમારે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

fallbacks

અવરોધિત સિમ અને મોબાઇલ ઉપકરણો
ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે 28 ફેબ્રુઆરી સુધી 7,81,000 થી વધુ સિમ કાર્ડ સાયબર ફ્રોડમાં સામેલ થવાને કારણે બ્લોક કરવામાં આવ્યા છે. આ સિવાય પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા ઓળખવામાં આવેલા 2,08,469 IMEI નંબરને પણ બ્લોક કરવામાં આવ્યા છે. IMEI (International Mobile Equipment Identity) નંબર દરેક મોબાઇલ ડિવાઈસ માટે એક યૂનિક કોડ હોય છે, અને આ બ્લોક કરવામાં આવેલા ડિવાઈસેસને ઓનલાઈન ગુનાઓ સાથે જોડાયેલા હતા.

I4C હેઠળ કાર્યવાહી, વોટ્સએપ અને Skype એકાઉન્ટ પણ બ્લોક
સરકાર ડિજિટલ ગુનાઓને રોકવા માટે ઘણા કડક પગલાં લઈ રહી છે. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી I4C  (Indian Cyber Crime Coordination Centre) એ 3,962 Skype ID અને 83,668 WhatsApp એકાઉન્ટ બ્લોક કરી દીધા છે, જેનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવી રહ્યો હતો.

I4C 2021 માં મોદી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ એજન્સીએ અત્યાર સુધીમાં 13.36 લાખથી વધુ ફરિયાદોનું નિરાકરણ કર્યું છે અને લગભગ રૂ. 4,389 કરોડની છેતરપિંડી રોકવામાં મદદ કરી છે. આ સિવાય સરકારે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની મદદ માટે નેશનલ હેલ્પલાઈન નંબર 1930 પણ શરૂ કર્યો છે.

Sanchar Saathi પોર્ટલ દ્વારા ફરિયાદ કરો
લોકો સંચાર સાથી પોર્ટલ દ્વારા સ્પામ કોલ અને છેતરપિંડી ભરેલા મેસેજો વિશે ફરિયાદ કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા શરૂ કરાયેલ આ પોર્ટલ સામાન્ય લોકોને સાયબર છેતરપિંડીથી બચાવવામાં મદદ કરે છે. હાલમાં જ તેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

BSNL જલ્દી લોન્ચ થશે 5G સેવા
સાયબર સિક્યોરિટી સિવાય ટેલિકોમ્યુનિકેશન સેક્ટર સાથે જોડાયેલા અન્ય એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે કે BSNLની 5G સેવાઓ આ વર્ષે જૂન સુધીમાં શરૂ થઈ શકે છે. BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રોબર્ટ જે રવિએ જણાવ્યું કે કયા શહેરોમાં 5G સર્વિસ સૌથી પહેલા શરૂ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More