સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ ગુરુવારે જણાવ્યું કે તેને ભારત સરકાર તરફથી 8 હજારથી વધુ એકાઉન્ટ્સ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એલન મસ્કના માલિકીવાળી કંપની એક્સનું કહેવું છે કે તે આ આદેશનું પાલન કરી રહી છે. જો કે વિરોધ પણ દર્શાવી રહી છે. એક્સે પોતાના નિવેદનમાં કહ્યું કે 'તેમાં અનેક જાણીતા લોકો અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોના એકાઉન્ટ સામેલ છે. અમે ભારતમાં આ એકાઉન્ટ બ્લોક કરી રહ્યા છીએ.'
કોના એકાઉન્ટ્સ થશે બ્લોક
એવું કહેવાય છે કે સરકાર તરફથી આ એક્શન એવા એકાઉન્ટ્સ વિરુદ્ધ લેવાઈ રહ્યું છે જે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા હતા અને તેમની વકાલત કરતા હતા. આ ઉપરાંત એવો પણ દાવો છે કે આ એક્શન ફેક ખબરો ફેલાવનારા એકાઉન્ટ્સ ઉપર પણ લેવાઈ રહ્યું છે.
પાકિસ્તાનની અનેક હસ્તીઓના એકાઉન્ટ બ્લોક
પાકિસ્તાન પ્રાયોજિત પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશ એકજૂથ હતો. જો કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તરફથી પાકિસ્તાન સમર્થનની વાતો થતી હતી. આ ઉપરાંત પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પણ અનેક પાકિસ્તાની હસ્તીઓના એકાઉન્ટ્સને બ્લોક કર્યા છે. જેમાં ફવાદ ખાન, આતિફ અસ્લમ, રાહત ફતેહ અલી, શોએબ અખ્તર, શાહીદ આફ્રિદી જેવા નામ સામેલ છે. આ ઉપરાંત હનિયા આમિર, માહિરા ખાન અને અલી ઝફરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નહતા. કારણ કે પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.
STORY | Blocked 8,000 accounts in India after govt's executive orders, says X
READ: https://t.co/d62rAE1OUm pic.twitter.com/Nj1m5VLKPd
— Press Trust of India (@PTI_News) May 8, 2025
શહબાજ શરીફનું એકાઉન્ટ પણ બેન
પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફની યુટ્યુબ ચેનલ પણ ભારતમાં બ્લોક કરી દેવાઈ. બ્લોક કરાયેલી ચેનલ પર એક સંદેશ લખ્યો હતો, 'રાષ્ટ્રીય સુરક્ષા કે સાર્વજનિક વ્યવસ્થા સંબંધિત સરકારના આદેશના કારણે આ કન્ટેન્ટ હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી.'
આ યુટ્યુબ ચેનલો પણ બેન
શહબાજ શરીફ ઉપરાંત ભારતમાં બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોમાં ડોન ન્યૂઝ, ઈરશાદ ભટ્ટી, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, ધ પાકિસ્તાન રેફરન્સ, જિયો ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, જીએનએન, ઉજૈર ક્રિકેટ, ઉમર ચીમા એક્સક્લુઝિવ, અસ્મા શિરાજી, મુનીબ ફારુક, સુનો ન્યૂઝ અને રઝી નામા સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે