Home> Technology
Advertisement
Prev
Next

Cars Under 5 Lakh: સૌથી સસ્તી કાર, ફીચર્સ શાનદાર, માઇલેજમાં પણ છે નંબર-1

Cheapest Cars In India: ભારતીય માર્કેટમાં ઘણી સસ્તી કાર મળે છે. મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ અને રેનો ભારતીય ઈન્ડસ્ટ્રીમાં એવી બ્રાન્ડ છે, જે પાંચ લાખ રૂપિયાની રેન્જમાં કાર વેચે છે.
 

 Cars Under 5 Lakh: સૌથી સસ્તી કાર, ફીચર્સ શાનદાર, માઇલેજમાં પણ છે નંબર-1

Cars Under 5 Lakh In India: ભારતીય બજારમાં ઘણી એવી કાર છે, જેની કિંમત પાંચ લાખ રૂપિયા કરતા ઓછી છે. આ ગાડીઓના લિસ્ટમાં પેટ્રોલ કારની સાથે ઈલેક્ટ્રિક કાર પણ સામેલ છે. ભારતમાં વેચાનારી સૌથી સસ્તી કાર પહેલા મારૂતિ અલ્ટો કે10 હતી, પરંતુ Eva ની એન્ટ્રી બાદ તે દેશની સૌથી સસ્તી કાર બની ગઈ છે. દેશમાં વેચાનારી સૌથી સસ્તી કારમાં રેનો અને ટાટાના મોડલ પણ સામેલ છે.

fallbacks

Vayve Mobility Eva
Vayve મોબિલિટી Eva દેશની સૌથી સસ્તી કાર છે. આ ઈલેક્ટ્રિક કારમાં બે લોક અને એક બાળક સરળતાથી બેસી શકે છે. ઈવામાં 18 kWh ની બેટરી લાગી છે. આ ગાડીમાં લાગેલી 16 kW ની મોટરથી 20.11 bhp નો પાવર મળે છે. દેશની આ સૌથી સસ્તી ઈલેક્ટિર કાર સિંગલ ચાર્જિંગમાં 250 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે. આ ગાડીમાં ફાસ્ટ ચાર્જિંગ ફીચર પણ સામેલ છે. ઈવીને 10થી 70 ટકા સુધી ચાર્જ માત્ર 20 મિનિટમાં કરી શકાય છે. તો AC થી 10થી 90 ટકા સુધી ચાર્જ કરવામાં પાંચ કલાકનો સમય લાગે છે.  Vayve Mobility Eva ની કિંમત 3.25 લાખ રૂપિયાથી શરૂ થઈને 4.49 લાખ સુધી જાય છે. 

મારૂતિ અલ્ટો કે10 (Maruti Alto K10)
મારૂતિ અલ્ટો કે10 દેશની સૌથી સસ્તી પેટ્રોલ કાર છે. આ કાર સાત કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કારમાં સેફ્ટી માટે 6 એરબેગ પણ મળે છે. આ કાર વોયસ કંટ્રોલ સ્ટીયરિંગ વ્હીલની સાથે આવે છે. મારૂતિની આ કારમાં 214 લીટરની બૂટ-સ્પેસ મળે છે. આ કાર  24.90 kmpl ની માઇલેજ આપવાનો દાવો કરે છે. મારૂતિ અલ્ટોની એક્સ-શોરૂમ કિંમત 4.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચોઃ જૂની Car ને ટોપ મોડલમાં કન્વર્ટ કરાવતા પહેલા ધ્યાન રાખજો, ભરવો પડી શકે છે ભારે દંડ!

રેનો ક્વિડ (Renault Kwid)
Renault Kwid પણ સસ્તી કાર છે. આ કારની કિંમત 4.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે આ કારના ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલની કિંમત 5.44 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ રેનો કારમાં ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવી 14 થી વધુ સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે. આ કાર ત્રણ વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે.

ટાટા ટિયાગો (Tata Tiago)
ટાટા ટિયાગોના 17 વેરિએન્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ ગાડીમાં ફ્રંટ ડુઅલ એરબેગ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામના ફીચર સામેલ છે. ટાટાની આ કારમાં 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપેલું છે, જેને 86 PS નો પાવર મળે છે અને 113 Nm નો ટોર્ક મળે છે. આ ગાડીની ફ્રંટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા ટિયાગોની એક્સ-શોરૂમ કિંમત 4,99,990 રૂપિયાથી શરૂ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More