WhatsApp Security Tips: WhatsApp નો ઉપયોગ આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો લોકો કરી રહ્યા છે. આ એપ આજે દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે. લોકો ચેટ કરતી વખતે તેમની ખાનગી વસ્તુઓ શેર કરે છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ અન્ય વ્યક્તિ પણ તમારા મેસેજ ગુપ્ત રીતે વાંચી શકે છે? જો તમને આ અંગે કોઈ શંકા હોય તો WhatsAppનું એક ખાસ ફીચર તેને ચેક કરવામાં તમારી મદદ કરી શકે છે. ચાલો તેના વિશે જાણીએ…
આ રીતે જાણો કે કોઈ વાંચી રહ્યું નથી'ને મેસેજ
વોટ્સએપમાં એક એવું ફીચર છે જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે તમારું એકાઉન્ટ બીજે ક્યાંય લોગ ઈન થયું છે કે નહીં. આ માટે તમારે ફક્ત આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
નકલી રીલ્સના ચક્કરમાં ના પડો
આજકાલ સોશિયલ મીડિયા પર આવી ઘણી રીલ જોવા મળી રહી છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે એક ક્લિકથી તમે તમારા ફોન પર તમારા 'બાબુ સોના'ના મેસેજ વાંચી શકો છો, પરંતુ આમાંથી મોટાભાગના વીડિયો ફેક છે. બીજા ડિવાઈસમાંથી મેસેજ વાંચવા માટે તમારે બીજા ફોનમાંથી કોડ સ્કેન કરવાની જરૂર છે, આ સિવાય મેસેજ વાંચવાનો બીજો કોઈ રસ્તો નથી. રીઅલ ટાઇમમાં મેસેજ વાંચવા માટે ‘Linked Devices’ ઓપ્શન સાથે અન્ય ડિવાઇસમાં લોગિન કરવું જરૂરી છે.
જો કે અગાઉની જૂની ચેટ્સ કોપી લઈને ડીકોડ કરી શકાતી હતી, પરંતુ તાજેતરમાં કંપનીએ આના પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પણ ઉમેર્યું છે. જેના કારણે હવે આ કરવું શક્ય નથી. તેથી જો તમે આવા કોઈ નકલી વિડિયો જુઓ તો તરત જ તેને રિપોર્ટ કરો.
આ ટિપ્સને જરૂરથી કરો ફોલો
Two-Step Verification ચાલુ કરો જેથી કરીને તમારી પરવાનગી વિના કોઈ તમારા એકાઉન્ટને એક્સેસ કરી શકે નહીં.
સાથે તમારા ફોનમાં સ્ટ્રોંગ પાસવર્ડ, પિન અથવા પેટર્ન લોકનો ઉપયોગ કરો.
કોઈપણ મેસેજ લિંક અથવા અજાણ્યા મેસેજ પર ક્લિક કરવાનું ટાળો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે