Home> Technology
Advertisement
Prev
Next

Jio ના 3 સસ્તા રિચાર્જ પ્લાન, 300 રૂપિયાથી ઓછી કિંમતમાં બમ્પર ડેટા અને કોલિંગનો ફાયદો

Jio Cheapest Recharge plans: આજે અમે તમને રિલાયન્સ જિયોના 300 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા પ્લાન વિશે માહિતી આપશું. આ પ્લાનમાં તમને ડેટા, કોલિંગ અને અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે.

 Jio ના 3 સસ્તા રિચાર્જ પ્લાન, 300 રૂપિયાથી ઓછી કિંમતમાં બમ્પર ડેટા અને કોલિંગનો ફાયદો

Jio Cheapest Recharge plans under 300: સસ્તા અને શાનદાર પ્લાનને કારણે વર્ષોથી ગ્રાહકો વચ્ચે જિયોએ પોતાની ઓળખ બનાવી રાખી છે. ટેલીકોમ કંપનીઓમાં દેશમાં સૌથી પ્રથમ નંબર પર રિલાયન્સ જિયોનું નામ છે. ત્યાં સુધી કે ભારતમાં સૌથી વધુ ક્ષેત્રોમાં 5જી નેટવર્ક પ્રદાન કરનાર કંપનીઓમાં પણ જિયો આગળ છે. ગ્રાહકોને 5જી નેટવર્ક અને શાનદાર અનુભવ સહિત સસ્તા રિચાર્જ પ્લાન જિયો તરફથી ઓફર કરવામાં આવે છે. જો તમે જિયોના ગ્રાહક છો અને 300 રૂપિયાથી ઓછી કિંમતમાં આવનાર રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો તો આજે અમે તમને તે પ્લાનની માહિતી આપીશું.

fallbacks

Jio Rs 199 Plan
જિયોનો 199 રૂપિયાનો રિચાર્જ પ્લાન એક સસ્તો અને બેસ્ટ પ્લાન માનવામાં આવે છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાન ડેલી 100 SMS ની સુવિધા સાથે આવે છે. ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં યુઝર્સને દરરોજ 1.5 જીબી ડેટાનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે.

આ પણ વાંચોઃ ઓનલાઈન આવેલા ટ્રાફિક ચલણ થઈ જશે માફ? તમે પણ સરળતાથી ઉઠાવી શકો છો ફાયદો

Jio Rs 239 Plan
જિયોનો 300 રૂપિયાથી ઓછી કિંમતનો આ પ્લાન 239 રૂપિયામાં આવે છે, જેમાં અનલિમિટેડ કોલિંગનો ફાયો મળે છે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 22 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 33જીબી ડેટાનો ફાયદો મળે છે.

Jio Rs 299 Plan
300 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતો જિયોનો 299 રૂપિયાનો પ્લાન પણ એક બેસ્ટ પ્લાન છે. તેમાં 28 દિવસની વેલિડિટી આવે છે. આ પ્લાનમાં 90 દિવસ માટે  JioHotstar નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જ્યારે આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. આ સિવાય Jio TV અને Jio Cloud નું ફ્રી એક્સેસ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More