Home> India
Advertisement
Prev
Next

Study: ભારત સહિત 6 દેશમાં ભયાનક આફતની ચેતવણી, હિન્દુકુશ હિમાલયનો બરફ પીગળી રહ્યો છે

Hindu Kush Himalaya: દુનિયા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. કોરોના કે જેણે ભયાનક તબાહી મચાવી હતી તે વાયરસ પણ પાછો જોવા કહેર મચાવતો જોવા મળે છે. આ બધા વચ્ચે એક સ્ટડીથી  ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. જાણો વિગતો. 

Study: ભારત સહિત 6 દેશમાં ભયાનક આફતની ચેતવણી, હિન્દુકુશ હિમાલયનો બરફ પીગળી રહ્યો છે

હિન્દુકુશ હિમાલયથી સદીના અંત સુધીમાં 75 ટકા જેટલો બરફ પીગળી શકે છે. જો વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ  પણ વધ્યું તો 200 કરોડ લોકોને પાણી આપતી નદીઓના સ્ત્રોત બગડી જશ. એક નવા સ્ટડીમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. 

fallbacks

શું કહે છે સ્ટડી
જો તાપમાનને 1.5 ડિગ્રી સુધી મર્યાદિત રાખવામાં આવે તો 40-45% બરફ બચી શકે છે. સાયન્સ મેગેઝિનમાં છપાયેલા એક સ્ટડી મુજબ જો હાલની જળવાયુ નીતિઓ ચાલુ રહી તો દુનિયાનું સરેરાશ તાપમાન 2100 સુધીમાં  2.7 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. તેનાથી વૈશ્વિક સ્તર પર ફક્ત 25% ગ્લેશિયર બરફ બચશે.

હિમાલયનો ત્રીજો ધ્રુવ 
હિન્દુકુશ હિમાલયનો ત્રીજો ધ્રુવ ગણાય છે. કારણ કે તે એન્ટાર્કટિકા અને આર્કટિક બાદ સૌથી વધુ બરફનો ભંડાર છે. આ ક્ષેત્ર 10 પ્રમુખ નદીઓને પાણી આપે છે. જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને ચીન જેવા દેશો માટે જીવનરેખા છે. બરફ પીગળવાથી આ દેશોમાં પાણી, ખેતી અને ઉર્જા પર સંકટ આવી શકે છે. 

75 ટકા બરફ પીગળી શકે
હિન્દુકુશ હિમાલય અને કાકેશસમાં 75% બરફ પીગળી શકે છે. યુરોપિયન આલ્પ્સ, રોકીઝ (અમેરિકા અને કેનેડા) તથા આઈસલેન્ડ જેવા વિસ્તારોમાં 2 ડિગ્રી વધારો થાય તો  85-90% બરફ ખતમ થઈ જશે. સ્કૈંડિનેવિયામાં તો બધો  બરફ ગાયબ થઈ શકે છે. 2015ના પેરિસ સંધિમાં વૈશ્વિક  તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક રખાયો હતો. સ્ટડી કહે છે કે જો આ લક્ષ્ય સાધી લેવય તો વૈશ્વિક સ્તર પર 54% ગ્લેશિયર બરફ બચશે. હિન્દુકુશ હિમાલય, આલ્પ્સ, રોકીઝ અને આઈસલેન્ડમાં 20-30% બરફ યથાવત રહેશે. 

200 કરોડ લોકોને આપે છે પાણી
હિન્દુકુશ હિમાલયનો બરફ 200 કરોડ લોકોને પાણી આપે છે. જે ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર જેવી નદીઓનો સ્ત્રોત છે. બરફ  પીગળવાથી નદીઓમાં પહેલા પુર આવશે અને પછી પાણી ઓછું થઈ જશે. બરફ પીગળવાથી સમુદ્રનું સ્તર વધશે, જેનાથી કાંઠા વિસ્તારોમાં જોખમ વધશે. પાણીની કમીથી પાક અને જૈવ વિવિધતા પર ખરાબ અસર પડશે.  29 મે 2025થી તાઝિકિસ્તાનની રાજધાની દુશાનબેમાં ગ્લેશિયરો પર પહેલું સંયુક્ત રાષ્ટ્ર સંમેલન શરૂ  થયું. તેમાં 50થી વધુ દેશો સામેલ છે. જેમાં 30 દેશોના મંત્રી કે મોટા અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. એશિયન વિકાસ બેંકના ઉપાધ્યક્ષ યિંગમિંગ યાંગે કહ્યું કે પીગળતા ગ્લેશિયર 200 કરોડ લોકોની આજીવિકા જોખમમાં નાખી રહ્યા છે. 

0.1 ડિગ્રી તાપમાનનો ફરક પણ કરે છે અસર
સ્ટડીના સહલેખક ડો. હેરી જેકોલારીએ કહ્યું કે દર 0.1 ડિગ્રી તાપમાનનો ફરક મહત્વ ધરાવે છે. આજે આપણા નિર્ણય નક્કી કરશે કે કેટલા ગ્લેશિયલર બચશે. વૈજ્ઞાનિકોએ સૂચન આપ્યું કે કોલસો અને તેલની જગ્યાએ સૌર અને પવન ઉર્જાનો  ઉપયોગ વધારવો જોઈએ. પુર અને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોને આર્થિક મદદ આપવી જોઈએ. મે 2025માં સ્વિટ્ઝરલેન્ડના બ્લેટેન ગામમાં બિર્ચ ગ્લેશિયર પીગળવાથી હિમસ્ખલન થયું હતું. જેણે ગામને કાટમાળમાં ફેરવી દીધુ. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ગ્લેશિયરોના પીગળવાથી પુરનું જોખમ વધી રહ્યું છે. 2023માં સિક્કીમના સાઉથ લ્હોનક ગ્લેશિયરના તૂટવાથી ભારે નુકસાન થયું હતું. 2024ને રેકો્ડ સૌથી ગરમ વર્ષ માનવામાં આવ્યું હતું. જેણે ગ્લેશિયરોના પીગળવાની સ્પીડને વધારી. 

બચાવવાના ઉપાય
હિન્દુકુશ હિમાલય અને દુનિયાના અન્ત ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે. જે 200 કરોડ લોકો માટે જોખમ છે. જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવામાં આવે તો કેટલોક બરફ બચાવી શકાય છે. આપણે સ્વચ્છાએ ઉર્જા અપનાવવી પડશે અને જળવાયુ પરિવર્તન સામે લડવું પડશે. નહીં તો આવનારી પેઢીઓ ભારે સંકટ ઝેલશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More