Home> Technology
Advertisement
Prev
Next

આ ટેક્નોલોજીએ મસ્કનું ટેન્શન વધાર્યું! મુકેશ અંબાણીની એક ચાલ અને Elon Muskની નીકળી ગઈ હેકડી!

મુકેશ અંબાણી એક સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો અને હવે તેણે સ્ટાર્ટઅપને 2025માં હૂબહૂ આધુનિક માણસ જેવો જ રોબોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ રોબોટ્સનો મુકાલબો એલોન મસ્કની ટેસ્લા કંપનીના રોબોટ્સ સાથે થશે. 

આ ટેક્નોલોજીએ મસ્કનું ટેન્શન વધાર્યું! મુકેશ અંબાણીની એક ચાલ અને Elon Muskની નીકળી ગઈ હેકડી!

Adverb Technologies: મુકેશ અંબાણી દ્વારા સમર્થિતવાળી કંપની Adverb Technologies એ 2025 માં અત્યંત આધુનિક માનવ જેવો રોબોટ્સ બનાવવાનું નક્કી કર્યું છે. આ રોબોટ્સ એલોન મસ્કની ટેસ્લા કંપનીના રોબોટ્સ સાથે મુકાબલો કરશે. નોઈડાની એક રોબોટ મેન્યુફેક્ચરિંગ કંપની એડવર્બ ટેક્નોલોજીસ 2025માં આવા રોબોટ બનાવવા જઈ રહી છે જે પોતાની જાતે વિચારી શકશે અને કામ કરી શકશે.

fallbacks

કરી શકશે ઘણા કામ
આ રોબોટ્સ ફેશન, રિટેલ અને એનર્જી જેવા અનેક ક્ષેત્રોમાં કામ કરી શકશે. તેની સાથે ભારત પણ વિશ્વના એવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે જે અમેરિકાના ટેસ્લા, બોસ્ટન ડાયનેમિક્સ અને એજિલિટી રોબોટિક્સ જેવા રોબોટ બનાવી રહ્યા છે.

Jio 5G નો કરશે ઉપયોગ
એડવર્બના કો-ફાઉન્ડર અને સીઈઓ સંગીત કુમારે જણાવ્યું હતું કે, 'અમે હ્યુમનૉઇડ રોબોટ્સ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ કારણ કે અમે તે કામોને ખતમ કરવા માંગીએ છીએ જે કંટાળાજનક, ગંદા અને ખતરનાક છે.' કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેની અમારી ભાગીદારીનો લાભ લેશે અને Jioના AI પ્લેટફોર્મ અને 5G સેવાઓનો ઉપયોગ કરશે.

આ રોબોટ્સમાં સૌથી નવી GPU ટેકનિક, ઓછી વિજળી ખર્ચવાળી મોટર અને બે હાથ હશે, જેનાથી તે અલગ અલગ પ્રકારના વિસ્તારોમાં જઈ શકશે અને ઘણા જટિલ કામ કરી શકશે. આ રોબોટ્સમાં Visual and Language Action (VLA) ટેકનિક પણ હશે, જેનાથી તે જાતે અલગ અલગ જગ્યાઓ પર કામ કરી શકશે અને તે પણ કોઈ વ્યક્તિની મદદ વિના...

ચીની કંપનીઓ સાથે થશે ટક્કર
જ્યારે ટેસ્લાના ઓપ્ટીમસ રોબોટની કિંમત 20,000 અને 25,000 ડોલરની વચ્ચે હોવાની ધારણા છે, એડવર્બ કે કુમારે જણાવ્યું હતું કે આવા રોબોટ બનાવવા માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ વિશ્વભરની કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકે છે, ખાસ કરીને ચીનની કંપનીઓ, પછી ભલે તેમને સરકાર તરફથી પૈસા મળે.

એડવર્બ, જે Reliance, HUL અને PepsiCo જેવી મોટી કંપનીઓને સેવાઓ આપે છે, તેમનો લક્ષ્યાંક ઘણી નાની કંપનીઓનું એક નેટવર્ક બનાવવાનો છે, જેમ કે ભારતમાં ઓટોમેટીંગ વેરહાઉસમાં કર્યું હતું. આ ભારતની "મેક ઇન ઇન્ડિયા" યોજના સાથે તાલ મેલ ખાય છે અને તેનો હેતુ ભારતમાં આવા રોબોટ્સની સંખ્યામાં વધારો કરવાનો છે અને વિશ્વભરમાં આ ટેક્નોલોજીને અપનાવવા પ્રોત્સાહન આપવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More