Home> Technology
Advertisement
Prev
Next

OPPO A1 Pro 5g Launch Date : 108MP કેમેરા અને દમદાર બેટરી સાથે લોન્ચ થશે OPPO નો નવો 5g ફોન, જાણો વિગત

ઓપ્પો વધુ એક 5જી ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોન 16 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જાણો તેની દરેક વિગત...

OPPO A1 Pro 5g Launch Date : 108MP કેમેરા અને દમદાર બેટરી સાથે લોન્ચ થશે OPPO નો નવો 5g ફોન, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઓપ્પોનો પણ દબદબો છે. હાલમાં કંપનીએ Oppo A58 લોન્ચ કર્યો છે અને હવે તે વધુ એક હેન્ડસેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાનો નવો હેન્ડસેટ Oppo A1 Pro 5G ને 16 નવેમ્બરે લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ પોતાના ઓફિશિયલ Weibo હેન્ડલથી આ ફોનની લોન્ચ ડેટ કન્ફર્મ કરી દીધી છે. પરંતુ આ ફોનને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે. પછી તે ભારતમાં લોન્ચ થશે. લોન્ચિંગ પહેલા આ ફોનના ફીચર્સની ખુબ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે પણ જાણો આ ફોનમાં શું ખાસ છે. કેમેરાથી લઈને બેટરી અને પ્રોસેસર કેટલા દમદાર છે, આવો જાણીએ...

fallbacks

OPPO A1 Pro ફીચર્સ
રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે હશે, જે FHD+ રિઝોલ્યૂશનની સાથે અને 10-bit કલરની સાથે આવશે. આ સિવાય ફિંગરપ્રિન્ટ સ્કેનર હશે. તે માનીને ચાલો કે તેની ડિસ્પ્લે, આવી રહેલા OPPO Reno 9 સિરીઝ જેવી હશે. 

આ પણ વાંચોઃ Jio નો સસ્તો પ્લાન! 75 રૂપિયામાં 23 દિવસ સુધી Unlimited Calling અને Free Data

હેન્ડસેટમાં Snapdragon 695 ચિપસેટ હશે, જે 12 GB LPDDR4x RAM ની સાથે આવશે. તેમાં UFS 3.1 નું 256 GB સ્ટોરેજ હશે, જેને તમે માઇક્રોએસડી કાર્ટ દ્વારા વધારી પણ શકો છો. 

A1 Pro માં સેલ્ફી માટે જ્યાં 16 મેગાપિક્સલનો કેમેરો હશે, તો પાછળ તરફ 108 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનને પાવર આપવા માટે 5,000mAh બેટરી છે, જેને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More