Home> Technology
Advertisement
Prev
Next

BYD Atto 3: દેશમાં લોન્ચ થઈ નવી ઇલેક્ટ્રિક SUV, 521Kmની રેન્જ અને 50 મિનિટમાં થશે ચાર્જ

BYD Atto 3 launch in India: BYD એ ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક એસયૂવી BYD Atto 3 ને લોન્ચ કરી દીધી છે. કંપનીને અત્યાર સુધી ઇલેક્ટ્રિક એસયૂવીના 1500 બુકિંગ મળી ચુક્યા છે. ભારતમાં તેનો મુકાબલો Hyundai KONA અને MG ZS EV ની સાથે રહેશે. 

BYD Atto 3: દેશમાં લોન્ચ થઈ નવી ઇલેક્ટ્રિક SUV, 521Kmની રેન્જ અને 50 મિનિટમાં થશે ચાર્જ

નવી દિલ્હીઃ BYD Atto 3 Price and Range: તીનની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા BYD એ ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક એસયૂવી BYD Atto 3 ને લોન્ચ કરી દીધી છે. આ ઇલેક્ટ્રિક કારની કિંમત 34 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કંપનીને અત્યાર સુધી Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવી માટે આશરે 1500 બુકિંગ મળી ગઈ છે. BYD એ પાછલા મહિનાની શરૂઆતમાં  Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવીને લોન્ચ કરી હતી અને 11 ઓક્ટોબરથી તેનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. ગ્રાહક આ એસયૂવીને 50 હજાર રૂપિયામાં બુક કરી શકે છે. ઇલેક્ટ્રિક એસયૂવીની ડિલીવરી આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ જશે. ભારતમાં તેનો મુકાબલો Hyundai KONA અને MG ZS EV સાથે રહેવાનો છે. 

fallbacks

521KM ની ફુલ ચાર્જ રેન્જ
BYD Atto 3 ઇલેક્ટ્રિક એસયૂવીમાં તમને ARAI સર્ટિફાઇડ 521 કિમીની રેન્જ મળવાની છે. તેમાં 60.48kwh ની બેટરી પેક કરવામાં આવી છે. તેની મોટર 201bph નો પાવર અને 310Nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે ગાડીમાં બ્લેડ બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આગ લાગવાની સંભાવના ખુબ ઓછી છે. 

આ પણ વાંચોઃ 108MP કેમેરા અને દમદાર બેટરી સાથે લોન્ચ થશે OPPO નો નવો 5g ફોન, જાણો વિગત

તે 0થી 100Kmph ની સ્પીડ માત્ર 7.3 સેકેન્ડમાં હાસિલ કરી શકે છે. તેને ડીસી ફાસ્ટ ચાર્જર દ્વારા 0થી 80 ટકા ચાર્જ 50 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. કારમાં માત્ર 2 ADAS સિસ્ટમ આપવામાં આવી છે. 

આ છે ફીચર્સ
આ ખુબ ફીચર લોડેડ ઇલેક્ટ્રિક એસયૂવી છે. તેમાં Android Auto અને Apple CarPlay સપોર્ટની સાથે 12.8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ્સ, 5 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી કેમેરા, પૈનોરમિક સનરૂફ, 6-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, 4-વે એડજસ્ટેબલ ફ્રંટ પેસેન્જર સીટ અને વાયરલેસ ચાર્જિંગ પણ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More