Home> Technology
Advertisement
Prev
Next

લોકપ્રિય રમકડાં, બોર્ડ ગેમ્સની પડદાં પાછળની વાતો, ભારતમાં લોન્ચ થઇ હીંદી ગેમ

‘મોનોપોલીને હાલમાં જ ભારતમાં હિંદીમાં લૉન્ચ કરવામાં આવી હતી. તે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવેલી છે અને તે હેસબ્રોની પ્રથમ હિંદી ગેમ છે. તે યુઝર્સ માટે નવા અનુભવો રચવાના મહત્ત્વને ઉજાગર કરે છે. 

લોકપ્રિય રમકડાં, બોર્ડ ગેમ્સની પડદાં પાછળની વાતો, ભારતમાં લોન્ચ થઇ હીંદી ગેમ

સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં અને રમવામાં આવતાં રમકડાંઓના કલેક્શન અને ગેમ્સના સર્જન પાછળની અજાણી વાતોની ઝલકની સાથે શનિવારે સવારે અમદાવાદ ડીઝાઇન વીક (ADW) 2.0ના ચોથા દિવસનો પ્રારંભ ખરેખર ઉત્સાહપૂર્ણ રીતે થયો હતો. ગ્લોબલ પ્લે અને એન્ટરટેઇન્મેન્ટ કંપની હેસબ્રો ખાતે ડીઝાઇન ઇનોવેશનના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ જારેડ વાડ સાથે વાતચીતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે મોનોપોલી અને જીઆઈ જૉ જેવી ગેમ્સ કેવી રીતે બની તેની વાત કરી હતી.

fallbacks

સતત નવીનીકરણ પર ભાર મૂકતાં જારેડ વાડે રમવાના અદભૂત અનુભવની રચના કરનારી ત્રણ મહત્ત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો, જે છેઃ નવા/આશ્ચર્યજનક અનુભવો, જકડી રાખનારું કથનાક/ભાવનાત્મક જોડાણ સાધવું તથા પ્રોડક્ટ અને ડીઝાઇનની ગુણવત્તા.

એક સદી જૂની ગેમનું ઉદાહરણ ટાંકતાં તેમણે જણાવ્યું હતું કે, ‘મોનોપોલીને હાલમાં જ ભારતમાં હિંદીમાં લૉન્ચ કરવામાં આવી હતી. તે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવેલી છે અને તે હેસબ્રોની પ્રથમ હિંદી ગેમ છે. તે યુઝર્સ માટે નવા અનુભવો રચવાના મહત્ત્વને ઉજાગર કરે છે પરંતુ સાથે-સાથે એ બાબતની પણ ખાતરી કરે છે કે, જકડી રાખનારી વાર્તા અને દર્શક સાથેનું જોડાણ અકબંધ રહે.’

WhatsApp: ગ્રુપ ચેટ્સ માટે એક નવા ફિચર પર કામ કરી રહી છે કંપની, જાણો તેના વિશે

ટ્રાન્સફૉર્મર્સ ટૉય સીરીઝ અંગે વાત કરતાં જારેડ જણાવ્યું હતું કે, ‘આ રમકડાંના પાત્રનું વ્યક્તિત્વ રમકડાંના પાત્રની ડીઝાઇન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. વાર્તા ફક્ત કન્ટેન્ટમાંથી જ નથી કહી શકાતી પરંતુ ડીઝાઇનરો તરીકે આપણી પણ એ જવાબદારી બને છે કે, તે રમકડાંની મૂળ ડીઝાઇનમાંથી તે જન્મે.’

ADW 2.0નું આયોજન યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન (UID) દ્વારા કરવામાં આવ્યું છે, જે કર્ણાવતી યુનિવર્સિટી અને ગુજરાત સરકારની પહેલ આઈ-હબ સાથે સંકળાયેલ છે. તેના ચોથા દિવસે ડીઝાઇનની બિરાદરીના વક્તાઓના વિવિધ સેશનોનું મિશ્રણ જોવા મળ્યું હતું. ચોથા દિવસે ઑટોમોટિવ સેક્ટરના લોકપ્રિય ડીઝાઇનર હરાલ્ડ બેલ્કરની સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમણે હોટ વીલ્સ બ્રાન્ડ સાથેના પોતાના અનુભવો જણાવ્યાં હતાં અને રમકડાંનો ઉદ્યોગ એ કામ કરવા માટે કેટલું અદભૂત વિશ્વ છે, તે અંગે ટિપ્પણી કરી હતી. હરાલ્ડ પ્રક્રિયા, પ્રેરણાદાયક વિચારસરણીના માર્ગો અંગે વાત કરી હતી તથા તેમના સ્ટુડિયો, ઇન્ડસ્ટ્રીમાં તેમની સમૃદ્ધ કારકિર્દી દરમિયાન તેમણે કરેલા કાર્યો અને મેટલની હોટવીલ્સ બ્રાન્ડ માટે તેમણે કરેલી ડીઝાઇન્સને તેમણે દર્શાવી હતી.

Viral Video: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદનો દર્દનાક નજારો, જોઈને રૂવાડાં ઉભા થઇ જશે

હરાલ્ડે જણાવ્યું હતું કે, ‘ડીઝાઇન અને વૈચારિક વિચારસરણી રાતોરાત આવતાં નથી, આપે તેના માટે કટિબદ્ધતા દાખવવી પડે છે, આ એક એવી બાબત છે, જે દર્શકોમાં રહેલા ડીઝાઇનરો અને વિદ્યાર્થીઓની સાથે તાદાત્મ્ય સાધી શકે છે.’ ડીઝાઇનના મહત્ત્વ અને સમયની સાથેના તેના સહસંબંધ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આપ જો યોગ્ય સમયે કંઇક કરો નહીં તો કોઇપણ ડીઝાઇન સમયની સાથે અપ્રસ્તુત થઈ જાય છે. ડીઝાઇનરે હંમેશા સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ બનાવવાની હોતી નથી, એવો પણ સમય હોય છે જ્યારે આપે અગાઉથી રહેલી પ્રોડ્ક્ટમાં ફેરફાર કરવા પડે છે અને તેને એક ખૂબ જ ચોક્કસ વિશેષતા આપવી પડે છે.’

એક્સર્ટ્રીમ અને મિનિમલ એન્વાર્યમેન્ટ્સ માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડીઝાઇનના નિષ્ણાત ડૉ. ગેર્વીએ શહેરી ગીચતામાં વધુ સારી રીતે ડીઝાઇન કેવી રીતે કરી શકીએ તે અંગે વાત કરી હતી. રહેવા માટેની નાની જગ્યાઓમાં તેમની અભિરુચિ ન્યૂ યોર્કમાં ઇન્ટરનેશલ સ્પેસ ઇન્ટીરિયર પર તેમણે કરેલી કામગીરીમાંથી ઉદ્ભવી હતી. આ બાબત શહેરી ગીચતાના સંદર્ભમાં હાઉસિંગ વિષય પર યુનિવર્સિટી ઑફ ટોક્યો ખાતે તેમને ડૉક્ટરેટનો અભ્યાસ કરવા તરફ દોરી ગઈ.

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More