Tata Altroz Racer Discount: માર્ચનો મહિનો જેમ-જેમ પસાર થઈ રહ્યો છે, કાર પર મળનાર ઓફર પણ વધી રહી છે. 31 માર્ચ સુધી ડીલર્સે જૂના અને વર્તમાન સ્ટોક ક્લિયર કરી ક્લોઝિંગ કરવાનું છે. જેથી ગ્રાહકોને આકર્ષવામાં આવી રહ્યાં છે. ટાટા મોટર્સ આ સમયે સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ લિસ્ટમાં કંપનીની શક્તિશાળી અને સ્પોર્ટી અલ્ટ્રોઝ રેસર પણ સામેલ છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે.
Tata Altroz Racer પર 1.35 લાખનું ડિસ્કાઉન્ટ
આ મહિને Altroz Racer પર ખૂબ સારી ઓફર મળી રહી છે. માર્ચમાં આ કાર પર 1.35 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ ડિસ્કાઉન્ટ નવા મોડલ પર નહીં પરંતુ MY24 મોડલ પર આપવામાં આવી રહ્યું છે. જ્યારે 2025 મોડલ પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું નથી. ટાટા Altroz Racer માં ત્રણ વેરિએન્ટ મળે છે. કારની એક્સ શોરૂમ કિંમત 9.49 લાખ રૂપિયાથી લઈને 10.99 લાખ રૂપિયા સુધી જાય છે. આવો જાણીએ આ કારના ફીચર્સ અને એન્જિન વિશે....
આ પણ વાંચોઃ 10 હજારથી ઓછી કિંમતમાં મળશે આ લેટેસ્ટ 5G સ્માર્ટફોન, કેમેરા અને ફીચર્સમાં પણ દમદાર
Tata Altoz Racer: પાવરફુલ એન્જિન
ટાટા અલ્ટ્રોઝ રેસરમાં 1.2 લિટર રેવોટ્રોન ટર્બોચાર્જ્ડ એન્જિન છે જે 120 પીએસ પાવર અને 170 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમાં 16 ઇંચના ટાયર છે. તેમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ અને EBD સાથે આગળના ભાગમાં ડિસ્ક બ્રેક્સ અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સ છે.
Tata Altoz Racer: ડાયમેન્શન અને ગ્રાઉન્ડ ક્લિયરેન્સ
અલ્ટોઝ રેસર લંબાઈ 3990mm, પહોળાઈ 1755mm, ઊંચાઈ 1523mm. વ્હીલબેઝ 2501mm છે, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165mm છે અને તેની બૂટ સ્પેસ 345 લિટર છે. અલ્ટ્રોઝ રેસર એક પ્રીમિયમ હેચબેક કાર છે, તેની સીધી સ્પર્ધા Hyundai i20 અને Maruti Suzuki Fronx Turbo સાથે છે. ટાટા મોટર્સની અલ્ટ્રોઝ રેસરને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી સૌથી ઝડપી ભારતીય કારનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ એક પ્રીમિયમ હેચબેક કાર છે, જે ઘણા એડવાન્સ ફીચર્સની સાથે આવે છે. Tata Altroz Racer એ બે મિનિટ અને 21.74 સેકેન્ડમાં આ રેકોર્ડને બનાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે