Top 5 best-selling sedan cars: આ સમયે ભારતમાં હેચબેક અને SUVs ની માગ સૌથી વધુ છે. પરંતુ જે લોકો કાર માત્ર આરામદાયક ડ્રાઇવિંગ માટે ખરીદવાનું પસંદ કરે છે તે આજે પણ સેડાન કાર પર વિશ્વાસ કરે છે. આ કારણ છે કે છેલ્લા મહિને 32 હજારથી વધુ સેડાન કારનું વેચાણ થયું છે. લાંબા અંતર માટે જો તમે કારનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો સેડાન બેસ્ટ ઓપ્શન છે. અહીં અમે તમને ભારતમાં સૌથી વધુ વેચાતી પાંચ સેડાન કાર વિશે જાણકારી આપી રહ્યાં છીએ.
ટોપ 5 બેસ્ટ સેલિંગ સેડાન કારો
પાછલા મહિને Maruti Dzire ને 15383 લોકોએ ખરીદી, જેના કારણે તે સૌથી વધુ વેચાતી સેડાન કાર બની છે. આ કારને પેટ્રોલ અને સીએનજીમાં તમે ખરીદી શકો છો. તેને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. 5388 યુનિટ્સના વેચાણની સાથે Hyundai Aura બીજા ક્રમે છે. ડિઝાઇનના મામલામાં તે સૌથી સ્ટાઇલિશ સેડાન કાર છે. ત્રીજા નંબર પર Honda Amaze રહી છે. પાછલા મહિને અમેઝના 3591 યુનિટ્સનું વેચાણ થયું છે.
આ પણ વાંચોઃ ટેલીકોમ માર્કેટમાં Airtelનો જબરદસ્ત ધમાકો! Apple સાથે ભાગીદારી કરીને બધું કર્યું મફત
હોન્ડાએ નવી પેઢીની અમેઝને ડિસેમ્બર 2024માં જ લોન્ચ કરી હતી. જેમાં ઘણા ફેરફારો સાથે નવા ફીચર્સ આપવામાં આવ્યા હતા. ફોક્સવેગન વર્ટસ ચોથા સ્થાને હતી, જેણે ગયા મહિને 1795 યુનિટ વેચ્યા હતા. જ્યારે આ પહેલા જાન્યુઆરી 2024માં આ સંખ્યા 1879 યુનિટ હતી. આ એક શાનદાર સેડાન છે જે આરામ માટે શ્રેષ્ઠ છે. સ્કોડા સ્લેવિયાએ પાંચમા નંબર પર પોતાનું સ્થાન બનાવી લીધું છે. ગયા મહિને આ વાહનના 1510 યુનિટ વેચાયા હતા જ્યારે જાન્યુઆરી 2024માં 1242 યુનિટ વેચાયા હતા.
કેમ Maruti Dzire સૌથી વધુ વેચાઈ છે?
મારૂતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર કંપની છે. કંપનીનું માસિક પ્રોડક્શન પણ આ સમયે સૌથી વધુ છે. સાથે દેશભરમાં કંપનીના સૌથી વધુ શોરૂમ છે. આ કારણ છે કે કંપની સૌથી વધુ કાર વેચવામાં સફળ થાય છે. તો ભારતમાં મારૂતિ સુઝુકી પર સૌથી વધુ વિશ્વાસ કરવામાં આવે છે. સર્વિસની બાબતમાં પણ સરળ છે. Dzire પેટ્રોલની માઇલેજ 24.79 kmpl છે જ્યારે સીએનજી મોડ પર કાર 34km/kg ની માઇલેજ ઓફર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે