Home> Technology
Advertisement
Prev
Next

લોકોની નંબર-1 પસંદ બની આ 7 સીટર કાર, લેવા માટે પડાપડી, માઇલેજ અને ફીચર્સમાં પણ દમદાર

આજે અમે તમને જણાવીશું કે મે 2025મા કઈ 7-સીટર કારનું વેચાણ સૌથી વધુ થયું છે. તેમાં મારૂતિ સુઝુકીથી લઈને મહિન્દ્રા સુધીની કાર સામેલ છે. આવો જાણીએ...
 

 લોકોની નંબર-1 પસંદ બની આ 7 સીટર કાર, લેવા માટે પડાપડી, માઇલેજ અને ફીચર્સમાં પણ દમદાર

Auto News: ભારતીય બજારમાં 7 સીટર કારો ખરીદવાનું લોકો ખૂબ પસંદ કરે છે. ખાસ કરી જે લોકોનો મોટો પરિવાર છે, તે લોકો 7-સીટર કાર ખરીદવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવી 7 સીટર કારો વિશે જણાવીશું, જે વેચાણના મામલામાં સૌથી આગલ છે. તેમાં મારૂતિ સુઝુકીથી લઈને મહિન્દ્રા સુધીની કારો સામેલ છે. આવો જાણીએ મે 2025મા કઈ 7 સીટર કારનું વેચાણ સૌથી વધુ થયું છે.

fallbacks

આ 7-સીટર કાર છે ટોપ સેલિંગ
મારૂતિ સુઝુકી ભારતની નંબર 1 કાર નિર્માતા કંપની છે. તેવામાં ટોપ સેલિંગ 7-સીટર કારની વાત કરીએ તો ત્યાં મારૂતિ પ્રથમ સ્થાને છે. આ કાર મારૂતિ સુઝુકી અર્ટિગા  (Maruti Suzuki Ertiga) છે. મે 2025મા મારૂતિ અર્ટિગાના કુલ 16140 યુનિટનું વેચાણ થયું હતું, જે પાછલા વર્ષના મુકાબલે 16 ટકા વધુ છે.

આ પણ વાંચોઃ ચિંતા છોડો! સુરક્ષિત છો તમે, મારુતિ બલેનોએ NCAP ક્રેશ ટેસ્ટમાં માર્યું મેદાન, જાણો

મહિન્દ્રા સ્કોર્પિયોને પણ પસંદ કરી રહ્યાં છે લોકો
7-સીટર કારમાં સૌથી વધુ વેચાણમાં બીજા સ્થાને મહિન્દ્રા સ્કોર્પિયો છે. મે 2025મા સ્કોર્પિયો સિરીઝના કુલ 14401 યુનિટનું વેચાણ થયું હતું. આ વેચાણ પાછલા વર્ષના મુકાબલે 5 ટકા વધુ છે. આ સિવાય મહિન્દ્રા બોલેરો સેલ્સના મામલામાં ત્રીજા નંબર પર છે. મે 2025મા મહિન્દ્રા બોલેરોના કુલ 8942 યુનિટનું વેચાણ થયું હતું.

આ સાથે ટોયોટા ઇનોવા વેચાણના મામલામાં ચોથા સ્થાને છે. મે 2025મા ટોયોટા ઈનોવાના કુલ 8882 યુનિટનું વેચાણ થયું છે. પાંચમાં સ્થાન પર મહિન્દ્રા એક્સયુવી 700 છે. આ દરમિયાન કારના કુલ 6435 યુનિટનું વેચાણ થયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More