Home> Technology
Advertisement
Prev
Next

તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફીચર વોટ્સએપે રિલીઝ કર્યું, શું તમે વાપર્યું કે નહીં?

WhatsApp Latest Update: થોડાક સમય પહેલા વોટ્સએપે ટ્વીટરના માધ્યમથી પોતાના પ્લેટફોર્મ માટે એક નવા ફીચરની અપડેટની જાહેરાત કરી છે. વોટ્સએપે જણાવ્યું છે કે પોતાના યૂઝર્સની પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખતા અમે એક નવું અપડેટ જાહેર કરી દીધું છે.

તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફીચર વોટ્સએપે રિલીઝ કર્યું, શું તમે વાપર્યું કે નહીં?

WhatsApp Latest Last Seen and Status Update 2022: તમારી મમ્મી પાસેથી દાળ બનાવવાની વિધિ જાણતા હોવ અથવા પાર્ટીમાં જવા માટે તમારી બહેન સાથે કપડાંની ચર્ચા કરવા માંગતા હોવ, જે માધ્યમ દ્વારા આપણી દરેક નાની-મોટી વાત આપણા મિત્રો અને પરિવાર સુધી પહોંચે છે તે છે WhatsApp. વોટ્સએપ સમયાંતરે ઘણા નવા અને આકર્ષક અપડેટ્સ રિલીઝ કરતું રહે છે, જેથી યુઝર્સને નવા ફીચર્સ મળે છે અને બોરિંગ થતા નથી. તાજેતરમાં WhatsApp એ એક અપડેટ બહાર પાડ્યું છે. જેમાં મળનાર ફીચર્સ ઘણા લાંબા સમયથી યૂઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

fallbacks

WhatsApp એ જાહેર કર્યું નવું અપડેટ
થોડાક સમય પહેલા વોટ્સએપે ટ્વીટરના માધ્યમથી પોતાના પ્લેટફોર્મ માટે એક નવા ફીચરની અપડેટની જાહેરાત કરી છે. વોટ્સએપે જણાવ્યું છે કે પોતાના યૂઝર્સની પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખતા અમે એક નવું અપડેટ જાહેર કરી દીધું છે. આ અપડેટમાં મળનાર ફીચર્સ વોટ્સએપના પ્રાઈવેસી કંટ્રોલ સેટિંગ્સ સાથે જોડાયેલું છે. એક નવા અપડેટને એન્ડ્રોંઈડ અને iOS, બન્ને ઓપરેટિંગ સિસ્ટમના સ્માર્ટફોન્સ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ ફીચર્સનો યૂઝર્સ જોઈ રહ્યા હતા આતુરતાથી રાહ  
આવો જાણીએ કે આ નવા અપડેટમાં યૂઝર્સને કયા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ અપડેટ હેઠળ યૂઝર્સ હવે પસંદગી કરી શકશે કે તે પોતાનો પ્રોફાઈલ ફોટો, પોતાનું લાસ્ટ સીન અને પોતાનું સ્ટેટ્સ કોને દેખાડી શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વોટ્સએપ સ્ટેટ્સ અને લાસ્ટ સીનને કોણ જોઈ શકે છે, તેના કારણે યૂઝર્સની પાસે એવરીવન, માઈ કોન્ટેક્ટ્સ અને નોબડી આ ત્રણ ઓપ્શન્સ હતા.

હવે વોટ્સએપે 'માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ' નો ઓપ્શન પણ જોડી દેવામાં આવ્યો છે. તેનાથી યૂઝર્સ પસંદગી કરી શકશે કે તેઓ કયા કોન્ટેક્સને પોતાનું લાસ્ટ સીન અને સ્ટેટ્સ અપડેટ દેખાડવા માંગતા નથી. આ સેટિંગ્સ વોટ્સએપે પ્રોફાઈલ ફોટો માટે પણ જાહેર કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More