Home> Technology
Advertisement
Prev
Next

WhatsApp, Instagram અને Facebook Messenger થઇ જશે એક, આ છે માર્ક જુકરબર્ગનો પ્લાન

WhatsApp, Instagram અને Facebook Messenger થઇ જશે એક, આ છે માર્ક જુકરબર્ગનો પ્લાન

ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) માર્ક જુકરબર્ગે સોશિયલ નેટવર્કની મેસેજિંગ સેવાઓ-વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ અને ફેસબુક મેસેંજરને મળીને એક કરવાની યોજના બનાવી છે. આ મામલે સંકળાયેલા ચાર લોકોએ જણાવ્યું કે જો કે આ મેસેંજર સેવાઓનું સ્ટેન્ડ-અલોન એપના રૂપમાં સંચાલન થતું રહેશે, પરંતુ તેમના ઈન્ટરનલ ટેક્નોલોજી સંબંધી માળખાને એક કરવામાં આવશે. તેનાથી દુનિયાની ત્રણ મોટી એપ એકસાથે આવી જશે જેના 2.6 અરબથી વધુ યૂજર છે. આ વાતને દુનિયાની સામે લાવે છે કે કેવી રીતે અરબો લોકો પર ફેસબુકની પકડ એટલી મજબૂત છે, જેનો ઉપયોગ લોકો એકબીજા સાથે જોડવા માટે કરે છે. જોકે આ યૂજર વિરોધાભાસી, ગોપનીયતા અને સુરક્ષા સંબંધી સવાલ ઉભા કરે છે. 

fallbacks

નવા અવતારમાં આવશે મારૂતિ ALTO 800, પહેલી નજરમાં મન મોહી લેશે તેનો લુક

યોજના હજુ શરૂઆતી તબક્કામાં
નામ જાહેર ન કરવાની શરતે યોજાના સાથે જોડાયેલા ચાર લોકોએ જણાવ્યું કે ફેસબુકની આ મોટી યોજના હજુ શરૂઆતી તબક્કામાં છે. કંપનીએ ત્રણેય એપ્સને એક કરવાની યોજનાને પુરી કરવા માટે વર્ષ 2020 સુધીનો ટાર્ગેટ રાખ્યો છે. જોકે તેમણે એ પણ જણાવ્યું કે તેના માટે ફેસબુકના હજારો કર્મચારીઓને પોતાના સૌથી માળખાગત સ્તરો પર વોટ્સઅપ, ઇસ્ટાગ્રામ અને ફેસબુક મેસેંજર ફંકશનને ફરીથી કંફિગર કરવાની જરૂરિયાત છે. તેમનું કહેવું છે કે જુકરબર્ગે એ પણ આદેશ આપ્યો છે કે ત્રણેય એપને એન્ડ-ટૂ-એન્ડ એંક્રિપ્શન ટેકનોલોજી અનુસાર એક કરવામાં આવે. આ ટેક્નિક મેસેંજરમાં બે લોકો વચ્ચે વાતચીત (ચેટીંગ)ને કોઇ અન્ય યૂજર દ્વારા જોતાં બચાવે છે. 

આ એરપોર્ટ શરૂ થઇ 5G સર્વિસ, સ્પીડ જાણીને રહી જશો દંગ

ફેસબુકનું નિવેદન આવ્યું સામે
ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચાર અનુસાર એક નિવેદનમાં ફેસબુકે કહ્યું કે અમે યૂજરને સૌથી સારો મેસેજિંગ એક્સપીરિયંસ કરાવવા માંગીએ છીએ અને અમે આ કરી શકીએ છીએ. ફેસબુકે કહ્યું કે લોકો ઇચ્છે છે કે મેસેજિંગ ઝડપી, સરળ, વિશ્વનિય અને અંગત હોય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક પોતાના મેસેજિંગ ઉત્પાદનોને એન્ડ-ટૂ-એન્ડ નિવેદનો પર કામ કરી રહી છે અને નેટવર્ક પર મિત્રો અને પરિવારો સુધી પહોંચવાની રીતને સરળ બનાવવા પર વિચાર કરી રહી છે. 

તમારા મોબાઇલનો ખર્ચ થઇ જશે બમણો, ઇનકમિંગ ચાલુ રાખવા ખર્ચવા પડશે આટલા રૂપિયા

આ છે ફેસબુકનો હેતુ
જુકરબર્ગની યોજના એ છે કે ત્રણેય મેસેંજર એપ્સના માળખાગત ઢાંચાને એકસાથે જોડીને, ફેસબુકની ઉપયોગિતાને વધારવામાં આવે અને યૂજરને કંપની પરિસ્થિતિકી તંત્રની અંદર વધુમાં વધુ વ્યસ્ત રાખવામાં આવે. આ યોજના અમલમાં આવતાં આ પ્રતિદ્વંદ્રી મેસેજિંગ સેવાઓ માટે લોકોની ભૂખને ઓછી કરી શકે છે. જેમ કે Apple અને Google દ્વારા પ્રસ્તાવિત છે. જો યૂજર ફેસબુક એપ્સ સાથે વધુવર વાતચીત કરી શકશે તો કંપની પોતાના વિજ્ઞાપનના વ્યવસાયને વધારવામાં સફળ થઇ શકે છે. આ ઉપરાંત કમાણી પ્રદાન કરનાર નવી સેવાઓને ઉમેરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More