Home> World
Advertisement
Prev
Next

US Helicopter Crash Video: હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા Siemens કંપનીના CEO સહિત 6 લોકોના મોત

અમેરિકાથી હ્રદયદ્રાવક સમાચાર આવ્યા છે. હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા એક સ્પેનિશ ફરિવારના પાંચ સભ્યો સહિત 5 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા પાયલોટે શું કહ્યું? તે પણ જાણો. 

US Helicopter Crash Video: હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા Siemens કંપનીના CEO સહિત 6 લોકોના મોત

અમેરિકાના ન્યૂયોર્ક સિટીની હડસન નદીમાં ગુરુવારે એક ટુરિસ્ટ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં 3 બાળકો સહિત 6 લોકોના મોત થયા. મૃતકોમાં સ્પેનથી આવેલા એક જ પરિવારના પાંચ સભ્યો અને પાયલોટ સામેલ છે. આ જાણકારી રોયટર્સ અને એએફપી જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓએ આપી છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે દુખદ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે, તમામ છ પીડિતોને નદીમાંથી બહાર કાઢી લેવાયા છે અને કમનસીબે તમામ મૃત જાહેર કરાયા છે. આ એક હ્રદય ભગ્ન કરતી દુખદ ઘટના છે. 

fallbacks

New York Post ના રિપોર્ટ મુજબ હેલિકોપ્ટરમાં સવાર લોકોમાં સ્પેનના સિમેન્સ કંપનીના પ્રેસિડેન્ટ અને CEO અગસ્ટીન એસ્કોબાર, તેમના પત્ની અને ત્રણ બાળકો સામેલ હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth પર તેમણે લખ્યું કે હડસન નદીમાં ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના. એવું લાગે છે કે પાયલોટ, બે એડલ્ટ અને 3 બાળકો આપણી વચ્ચે હવે નથી. દુર્ઘટનાનો વીડિયો ખુબ ભયાનક છે. ભગવાન મૃતકોના પરિવાર અને મિત્રોને સાંત્વના આપે. તેમણે એમ પણ કહ્યું કે પરિવહન સચિવ શોન ડફી અને તેમની ટીમ આ મામલે ત પાસ કરી રહી છે અને જલદી વિસ્તૃત જાણકારી શેર કરાશે. 

કેવી રીતે ઘટી દુર્ઘટના
ન્યૂયોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશના જણાવ્યાં મુજબ Bell 206 મોડલનું  આ હેલિકોપ્ટર New York Helicopter Tours દ્વારા સંચાલિત થતું હતું. હેલિકોપ્ટરે બપોરે 3 વાગે ડાઉનટાઉન હેલિપેડથી ઉડાણ ભરી હતી અને હડસન નદી ઉપર ઉત્તર દિશામાં જઈ રહ્યું હતું. જ્યારે તે જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજની પાસે પહોંચ્યું તો તે દક્ષિણ તરફ વળ્યું અને ગણતરીની મિનિટો બાદ લગભગ  3:15 વાગે નીચેની તરફ ઉલ્ટું થઈને પાણીમાં પડ્યું અને ડૂબી ગયું. 

આ અકસ્માતના પ્રત્યક્ષદર્શી બ્રુસ વોલે જણાવ્યું કે હેલિકોપ્ટર હવામાં જ તૂટતું જોવા મળ્યું. તેનો પાછળનો ભાગ અને પ્રોપેલર અલગ થઈને નીચે પડી રહ્યા હતા. પ્રોપેલર હેલિકોપ્ટરથી અલગ થઈને ફરતું રહ્યું. સોશિયલ મીડિયામાં શેર કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક મોટી વસ્તુ ઝડપથી પાણીમાં પડી અને ગણતરીની પળો બાદ હેલિકોપ્ટરના પંખા જેવી વસ્તુ પણ નદીમાં પડી. ત્યારબાદ અનેક ઈમરજન્સી બોટ્સ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કરાયા. 

હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા શું કહ્યું પાયલોટે
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ ઈમરજન્સી સેવાઓને લગભગ 3.17 વાગે કોલ આવ્યો, એટલે કે મેનહટ્ટન શહેરથી હેલિકોપ્ટરે ઉડાણ ભરી તેના 17 મિનિટ બાદ. ન્યૂયોર્ક હેલિકોપ્ટરના માલિક માઈકલ રોથ (71)એ પુષ્ટિ કરી કે ઉડાણ શરૂ થયાના ગણતરીની મિનિટો બાદ વિમાનનું ઈંધણ ખતમ થઈ ગયું હતું. 

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ રોથે ટેલિગ્રાફને જણાવ્યું કે તેણે (પાઈલોટે) ફોન કરીને જણાવ્યું કે તે ઉતરી રહ્યા છે અને તેને ઈંધણની જરૂર છે, તથા તેને પહોંચવામાં લગભગ ત્રણ મિનિટ લાગવી જોઈતી હતી, પરંતુ 20 મિનિટ બાદ પણ તે નથી પહોંચ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More