Watch Video: ઇન્ડોનેશિયાનામાં એક મોટી દુર્ઘટના બની. તાલિસ આઇલેન્ડ નજીક KM બાર્સેલોના VA નામના જહાજમાં અચાનક ભીષણ આગ લાગી. આગ લાગતા જહાજમાં સવાર લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા.
આગને કારણે જહાજ પર ધુમાડો ફેલાઈ ગયો હતો
મળતી માહિતી મુજબ, તે સમયે જહાજમાં 280 થી વધુ લોકો હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આગને કારણે જહાજ પર ધુમાડો ફેલાઈ ગયો હતો અને મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા હતા. આગથી બચવા માટે ઘણા લોકો દરિયામાં કૂદકા મારતા જોવા મળ્યા હતા.
इंडोनेशिया की एक जहाज में भयंकर आग लग गई, लोग जान बचाने के लिए बच्चों के समुद्र में कूद गए हैं!
अब बड़े पैमाने पर रेस्क्यू अभियान चलाया जा रहा है और लोगों को बचाने की कोशिश की जा रही है pic.twitter.com/o2PkjLov8C
— Avinash Tiwari (@TaviJournalist) July 20, 2025
ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકોને દરિયામાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
જહાજની સલામતી વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા
જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વહીવટીતંત્રે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ અકસ્માતે ફરી એકવાર જહાજની સલામતી વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક અધિકારીઓ અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે