World's Most Dangerous Tribes:દુનિયાના અલગ અલગ ભાગોમાં અનેક અનોખા અને ચોંકાવનારી જનજાતિઓ રહે છે. આ જનજાતિઓની પરંપરાઓ અને રીતિ રિવાજ સામાન્ય લોકોથી બિલકુલ અલગ હોય છે. પરંતુ કેટલીક પરંપરાઓ અને રીતિ રિવાજ સામાન્ય લોકોથી બિલકુલ અલગ હોય છે. પરંતુ કેટલક પરંપરાઓ એટલી ખતરનાક હોય છે કે તેમના વિશે જાણીને રૂવાડાં ઊભા થઈ જાય છે. આફ્રીકાની એક એવી જ જનજાતિ છે જેને દુનિયાની સૌથી ખૂંખાર જનજાતિઓમાં ગણવામાં આવે છે. આ જનજાતિઓનું નામ મુર્સી જનજાતિ (Mursi Tribe) છે.
કેમ ખૂંખાર ગણવામાં આવે છે મુર્સી જનજાતિ?
મુર્સી જનજાતિ ઈથિયોપિયાના દક્ષિણી ભાગની ઓમો ઘાટીમાં લગભગ 2,000 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં વસેલી છે. આ જનજાતિની વસ્તી લગભગ 10,000 છે અને આ લોકો પોતાની પરંપરાઓ પ્રત્યે ઊંડી નિષ્ઠા ધરાવે છે. મુર્સી જનજાતિના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જ્યાં ખાસ કરીને ગાયોને ધન અને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતિક ગણવામાં આવે છે. તેમની ખૂંખાર છબીનું મુખ્ય કારણ છે તેમની હિંસક પરંપરાઓ અને બહારના લોકો પ્રત્યે આક્રમક વલણ. આ લોકો આધુનિક દુનિયાથી બિલકુલ કપાયેલા છે અને આજે પણ પોતાના સદીઓ જૂના રિવાજોને માને છે. તેમની સૌથી ખતરનાક પરંપરા છે જુવાન છોકરીઓના હોઠ કાપીને તેમાં માટીની ડિસ્ક નાખવી.
વાત જાણે એમ છે કે જ્યારે કોઈ છોકરી કિશોરાવસ્થામાં પહોંચે એટલે કે જુવાનીના ઉંમરે પહોંચે તો તેના નીચલા હોઠમાં એક ઊંડુ કાણું પાડવામાં આવે છે. પછી ત્યાં ધીરે ધીરે વધતા આકારમાં માટીની ગોળ ડિસ્ક નાખવામાં આવે છે. જેનાથી હોંઠ ફેલાવા અને લટકવા લાગે છે. આ પ્રક્રિયા ખુબ જ દર્દનાક હોય છે. પરંતુ આ જનજાતિમાં તેને સુંદરતા અને માન સન્માનનું પ્રતિક ગણવામાં આવે છે.
પોતાને બચાવવા માટે કાપતા હતા હોઠ
અસલમાં આ પરંપરાની શરૂઆત કઈ રીતે થઈ તે પણ ખુબ ચોંકાવનારું છે. પહેલાના સમયમાં જ્યારે આ જનજાતિની મહિલાઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવતી હતી ત્યારે તેમણે પોતાને કદરૂપા દેખાડવા માટે હોઠ કાપવાના શરૂ કર્યા. જેથી કરીને ગુલામીથી બચી શકાય. આ કારણે ધીરે ધીરેઆ એક સાંસ્કૃતિક પરંપરા બની ગઈ જે આજે પણ ચાલુ છે.
હોઠમાં લટકે છે સુંદરતાની નિશાની
મુર્સી જનજાતિની મહિલાઓ આ દર્દ માત્ર ઝેલે છે એટલું જ નહીં પરંતુ ગર્વથી અપનાવે છે. તેમનું માનવું છે કે જે મહિલાના હોઠમાં સૌથી મોટી ડિસ્ક હોય તે સૌથી વધુ સુંદર અને પ્રતિષ્ઠિત ગણાય છે. આ જનજાતિની હિંસક છબીનું કારણ ફક્ત આ પરંપરા નહીં પરંતુ તેમનો બહાર લોકો પ્રત્યે કટ્ટર વિરોધ પણ છે. તેઓ પોતાની જમીન અને પરંપરાઓનો કડકાઈથી રક્ષણ કરે છે અને બહારના કોઈ પણ હસ્તક્ષેપને જરાય સહન કરતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે