Gujarat Police : ગોપાલ ઇટાલિયા સામે કોંગ્રેસના નેતા લલિત વસોયાએ 10 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે. લલીત વસોયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કરેલા સ્ટીંગ ઓપરેશન સામે વકીલ મારફત પગલા લીધા છે. ત્યારે નોટિસ આપવાનો મામલે ગોપાલ ઈટાલિયાએ સણસણતો જવાબ આપ્યો છે.
નવા ચૂંટાયેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને નોટિસ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખોટી બદનામી કરવા મુદ્દે ગોપાલ ઈટાલિયાને 10 કરોડ ચૂકવવાની નોટિસ ફટકારી છે. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યા હતા. વસોયાએ આપના મહામંત્રીને 2 લાખ આપ્યાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે લલિત વસોયાના વકીલે ગોપાલ ઈટાલિયાને બદનક્ષીની નોટિસ ફટકારી છે.
કોંગ્રેસ ભાજપ બંને એક જ છે - ગોપાલ ઈટાલિયા
આ નોટિસ અંગે ગોપાલ ઈટાલિયાએ જવાબ આપ્યો કે, હું વકીલ છું, વકીલને નોટિસ આપી બીવડાવાનુ કામ કરતા નહિ. સાથે જ તેમણે કોંગ્રેસ ભાજપની મિલીભગત વિશે કહ્યું કે, કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલી રહી છે. ભાજપના ઈશારે કોંગ્રેસના લલિત વસોયાએ મને નોટિસ આપી છે. કોંગ્રેસ ભાજપ બંને એક જ છે. હું જીતી ગયો એ ભાજપને પચતું નથી. ને ભાજપના નેતાઓને ખાવાનું ભાવતું નથી.
ઉલ્લેખનીય છે કે, વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના મહામંત્રી હરદેવ વીકમાને રૂપિયા 2 લાખ આપ્યાનો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના વકીલે ગોપાલ ઇટાલિયાને આ મામલે બદનક્ષીની નોટિસ ફટકારી છે. પુરાવા ન હોવા છતાં મીડિયામાં ખોટી બદનામી બદલ ગોપાલ ઇટાલિયાને રૂપિયા 10 કરોડ 7 દિવસમાં ચૂકવવા નોટિસ ફટકારી. ગોપાલ ઈટાલિયાએ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર શાયોના હોટેલમાં રૂપિયા 2 લાખ આપવાનો આરોપ લગાવ્યો હતો.
તો બીજી તરફ, લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને આપેલી માનહાની અંગેની લિગલ નોટિસ મામલે ગોપાલ રાયે નિવેદન આપ્યું કે, લીગલ નોટિસ મળશે એ બાદ જરૂરી લાગશે એ મુજબ જવાબ આપીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે