Iran Nuclear Sites: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઉતરી ગયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નટાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો - ફોર્ડો, નટાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે. યુએસ સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે આ થાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા, જેમાં મુખ્ય લક્ષ્ય ફોર્ડો હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ સીમા છોડીને પોતાના બેઝ પર પાછા ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ચિંતિત બન્યું છે.
B2 બોમ્બરથી ઈરાન પર અમેરિકાએ કર્યો હવાઈ હુમલો
એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસ એરફોર્સે B2 બોમ્બરથી ત્રણ પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો છે. આ હવાઈ હુમલા પછી અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેના તમામ એરબેઝ પર હાઇ એલર્ટ જાહેર કર્યું છે. હવે સ્થાનિક સમય મુજબ ટ્રમ્પ રાત્રે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. ભારતીય સમય મુજબ તેમનું સંબોધન સવારે 7.30 વાગ્યે પ્રસારિત થયું છે.
ગુઆમ મોકલવામાં આવેલા B2 બોમ્બર
ટ્રમ્પે ઈરાન સામે ઈઝરાયલના લશ્કરી અભિયાન અંગે નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય લીધો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ બે અઠવાડિયામાં આ અંગે નિર્ણય લેશે અને કોઈને ખબર નથી કે તેઓ શું કરવાના છે.
આ ક્રમમાં અમેરિકાએ તેના અત્યાધુનિક ફાઇટર જેટ B2 બોમ્બર્સને પ્રશાંત મહાસાગરમાં સ્થિત તેના ગુઆમ એરબેઝ પર મોકલ્યા. એવામાં એવું માનવામાં આવતું હતું કે અમેરિકન વિમાનોની વ્યૂહાત્મક ગતિવિધિઓ કરવામાં આવી હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે જ વિમાનોએ ઈરાન પર હુમલો કર્યો છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે આ બોમ્બમારામા કોઈ ઇઝરાયલી સેના સામેલ હતી કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે