બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને પાકિસ્તાની સેના વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. બલુચિસ્તાનની આઝાદીની માંગણી મુદ્દે પાકિસ્તાન સામે લડી રહેલા BLA એ તાજેતરમાં 400 મુસાફરો ભરેલી ટ્રેન હાઈજેક કરી લીધી હતી. ત્યારબાદ પાકિસ્તાન સેના અને BLA જવાનોમાં જબરદસ્ત અથડામણ જોવા મળી હતી. જેમાં પાક સેના, બીએલએ અને અપહ્રત મુસાફરો સબિત 50થી વધુ લોકોના મોત થયા હતા. હવે રવિવારે આવેલા એક સમાચારે બધાને ચોંકાવી દીધા જેમાં BLA એ દાવો કર્યો કે તેણે પાકિસ્તાની સેનાના 90 જવાનોનો મોતને ઘાટ ઉતાર્યા છે.
ખરેખર 90 સૈનિકોના મોત થયા?
BLA એ દાવો કર્યો છે કે તેના ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાના 90 જવાનોને માર્યા છે. BLA મુજબ તેણે એક કારને બસ સાથે અથડાવી જેમાં મોટી સંખ્યામાં જવાનોના મોત થયા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દાવા મુજબ BLA ની ફિદાયીન યુનિટ નૌશકીમાં આર્મી ડીએસ રિયર બ્રિગેડિયરની નીજક કબજાવાળી આર્મી ફોજના એક કિલ્લાને ફિદાયીન હુમલો કરી ટાર્ગેટ કર્યો. તેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બીજી બાજુ પાકિસ્તાન પોલીસનું કહેવું છે કે આ હુમલામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.
पाकिस्तानी सेना पर बलूच लिबरेशन आर्मी के अटैक का वीडियो सामने आया है. अटैक में 90 पाक सैनिकों के मारे जाने का BLA ने दावा किया है. #BalochLiberationArmy pic.twitter.com/k3T0GDbEyG
— बलिया वाले 2.0 (@balliawalebaba) March 16, 2025
2500 જવાનોએ રાજીનામા આપ્યા?
વાત અહીં જ પૂરી થતી નથી. BLA તરફથી જે રીતે મોટી મોટી ઘટનાઓને અંજામ અપાઈ રહ્યો છે તે જોતા પાકિસ્તાની સેનાના જવાનોમાં ડર પેદા થયો છે. દાવો થઈ રહ્યો છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો રાજીનામા આપી રહ્યા છે. કાબુલ ફ્રન્ટલાઈને સૂત્રોનો હવાલો આપતા કહ્યું કે એક અઠવાડિયામાં લગભગ 2500 સૈનિકોએ રાજીનામા આપ્યા છે. આવામાં પાકિસ્તાન કે જે પહેલેથી જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે તે હવે સુરક્ષા સંબંધી સમસ્યાઓથી પણ ઘેરાઈ ચૂક્યું છે. એવું કહેવાય છે કે સૈનિકોના મોત, સેનામાં વધતી અસુરક્ષા અને આર્થિક સંકટને કારણે તેઓ પોતાની નોકરી છોડી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે