Home> World
Advertisement
Prev
Next

લોહીની જેમ લાલ દેખાય છે આ નદી, સાંજે નજીક જતાં ડરે છે લોકો; જાણો તેની પાછળનું રહસ્ય

Blood Red River: નદીનો રંગ કેવો હોય છે? આ સવાલ જો તમને પૂછવામાં આવે તો તમારો જવાબ હશે નીલો, માટીવાળો અને જો પ્રદૂષિત નદી છે તો કાળો રંગ હોઈ શકે છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં એક એવી નદી પણ છે જમાં લાલ રંગનું પાણી વહે છે. આજ કારણ છે કે કેટલાંક લોકો તેને લોહીની નદી પણ કહે છે. ત્યારે કેમ આ નદીમાં લોહી જેવો રંગ વહે છે? આ નદીનું પાણી લાલ હોવાની પાછળ શું કારણ છે? ચાલો જાણીએ વિગતવાર.

લોહીની જેમ લાલ દેખાય છે આ નદી, સાંજે નજીક જતાં ડરે છે લોકો; જાણો તેની પાછળનું રહસ્ય

Blood Red River: સાબરમતી નદીનું પાણી ભૂરા રંગ જેવું છે. તેમજ ગંગા-યમુના નદીનું પાણી ભૂરા રંગ જેવું છે. દિલ્લીમાં યમુના નદીનું પાણી કાળું અને પ્રદૂષિત જોવા મળે છે. જ્યારે ઝેલમ નદીનું પાણી કાળા રંગ જેવું છે.

fallbacks

હવે તમારા મનમાં સવાલ થતો હશે કે, આ નદીઓના રંગની વાત અહીંયા કેમ થઈ રહી છે. તો તેની પાછળ એક રહસ્ય રહેલું છે. કેમ કે તમે ભૂરા, માટીવાળા કે કાળા રંગનું પાણી નદીઓમાં જોયું હશે. પરંતુ શું તમે ક્યારેય લાલ રંગની નદી જોઈ છે. તો તમારો જવાબ હશે ના. પરંતુ ચોંકી ના જતાં. દુનિયામાં એક એવી નદી પણ છે જેમાં લાલ રંગનું પાણી વહે છે. આજ કારણ છે કે તેને લોહીની નદી પણ કહેવામાં આવે છે. 

પેરુની 'લાલ નદી'
લાલ રંગના પાણીવાળી આ નદીનું નામ કુસ્કો છે. જે દક્ષિણ અમેરિકી દેશ પેરુમાં વહે છે. કુસ્કો નદી વર્ષના અનેક મહિનાઓ સુધી લાલ પાણીની સાથે વહે છે. આ નદી પેરૂના કૈંચિસ પ્રાંતમાં વિલનકોટા પર્વત શ્રેણીના માધ્યમથી વહેતી દેખાય છે. કુસ્કો નદીના લાલ રંગના પાણીનો વીડિયો હંમેશા સોશિયલ મીડિયામાં વાયરલ થતો રહે છે. 

યુદ્ધ-મંદી-તબાહી... 15મી સદીમાં નોસ્ટ્રાડેમસે લખી દીધુ હતું 2025નું ખોફનાક ભવિષ્ય

લોહીની જેમ દેખાય છે આ નદી
સ્થાનિક લોકો આ નદીને પુકામયુના નામથી ઓળખે છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે, આ નદીના પાણીનો રંગ લાલ કેમ છે? પેરુની પુકામયુ નદી જે વિસ્તારમાંથી વહે છે તે ખનીજથી ભરપૂર છે. આ વિસ્તારમાં આયર્ન ઓક્સાઈડનું પ્રમાણ ઘણું વધારે છે. આજ કારણે ચોમાસામાં મોટા પ્રમાણમાં તે નદીના પાણીમાં ભળે છે. જેના કારણે નદીના પાણીનો રંગ મડીમાંથી બદલાઈને લાલ થઈ જાય છે. આ નદી જોવામાં એવી લાગે છે જાણે તે કોઈ બીજા ગ્રહની હોય.

લીલાછમ ઘાસની વચ્ચેથી વહેતાં લાલ પાણીને નિહાળવું ખરેખર અદભૂત અને અલૌકિક લાગે છે. આ નદી પાલ્કોયો રેઈનબો માઉન્ટેન ઘાટીમાંથી નીકળે છે. લાલ પાણી સાથે વહેતી આ નદીને પોતાની આંખોથી નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે. 

સોનાની કિંમતને લઈ મોટી ભવિષ્યવાણી! શું ખરેખર 55000 રૂપિયા સસ્તું થશે સોનું? જાણો કેમ

પહેલાં નદીને કહેવાતી હતી શૈતાનની નદી
જૂના સમયમાં લોકો આ નદીને શૈતાનની નદી પણ કહેતા હતા. કેમ કે જ્યારે વિજ્ઞાન નહોતું ત્યારે લોકોને નદીના પાણીના રંગ વિશે ખબર નહોતી. જેના કારણે લોકો નદીની આજુબાજુ જતાં ડરતા હતા. અહીંયા સૂર્યાસ્ત પછી લોકો નદીના વિસ્તારમાં જતા નહોતા. હાલમાં પણ પ્રવાસીઓ અહીંયા એકલા રાત્રે રોકાઈ શકતા નથી. લોકો દાવો કરે છે કે, આ નદીના કિનારે એક વિચિત્ર ડર લાગે છે. 

શુક્રની સીધી ચાલથી આ 5 રાશિના જાતકો થશે માલામાલ,ધન અને ઐશ્વર્યમાં થશે છપ્પરફાડ વધારો

જો કે, હવે સમય બદલાયો છે. તેમાં પણ નદીના પાણીના લાલ રંગ વિશે ખુલાસો થયો છે. ત્યારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે અને નદીના પાણીને પોતાની આંખોથી નિહાળે છે. જો તમે પણ આ કુસ્કો નદીમાંથી વહેતા લાલ રંગના પાણીને જોવા ઉત્સુક છો તો ચોમાસાની સિઝન તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More