Home> Business
Advertisement
Prev
Next

સોનાના ભાવમાં સતત ઘટાડા વચ્ચે Goldની કિંમતને લઈ મોટી ભવિષ્યવાણી! શું ખરેખર 55000 રૂપિયા સસ્તું થશે સોનું? જાણો કેમ

Why Gold Price Falling: એક તરફ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સોના ભાવમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતમાં પણ આજે 400 રૂપિયાનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં આ ઘટાડો વધુ મોટો થઈ શકે છે. એટલો મોટો ઘટાડો કે તમે અપેક્ષા પણ નથી કરી શકતા.

સોનાના ભાવમાં સતત ઘટાડા વચ્ચે Goldની કિંમતને લઈ મોટી ભવિષ્યવાણી! શું ખરેખર 55000 રૂપિયા સસ્તું થશે સોનું? જાણો કેમ

Gold Rate Crash: ભારત સહિત વિશ્વભરમાં સોનાના ભાવ ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. જો કે, છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ સોનાની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં આ ઘટાડો વધુ મોટો થઈ શકે છે. એટલો મોટો ઘટાડો કે તમે અપેક્ષા પણ નથી કરી શકતા. જો સોનાના ભાવને લઈને કરવામાં આવી રહેલી ભવિષ્યવાણીઓ સાચી ઠરી તો 10 ગ્રામ સોનું માત્ર 55000-56000 રૂપિયા સુધી પહોંચશે.

fallbacks

આજે સોનાનો ભાવ
આજે સોનાના ભાવમાં રૂ. 400નો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં સોનામાં રૂ. 2700થી વધુનો ઘટાડો નોંધાયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું સસ્તું થયું છે. અગાઉ 7 એપ્રિલે સોનાની કિંમત 1929 રૂપિયા ઘટીને 89,085 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી.  જો આપણે 8 એપ્રિલે સોનાના ભાવ પર નજર કરીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર કરાયેલા 24 કેરેટથી લઈને 14 કેરેટ સુધીના સોનાની કિંમત કંઈક આ રીતે છે.

યુદ્ધ-મંદી-તબાહી... 15મી સદીમાં નોસ્ટ્રાડેમસે લખી દીધુ હતું 2025નું ખોફનાક ભવિષ્ય

  • 24 કેરેટ સોનાની કિંમત 88306 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • 23 કેરેટ સોનાની કિંમત 87952 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • 22 કેરેટ સોનાની કિંમત 8088 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • 18 કેરેટ સોનાની કિંમત 66230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • 14 કેરેટ સોનાની કિંમત 51659 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • ચાંદીની કિંમત 89580 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે

શુક્રની સીધી ચાલથી આ 5 રાશિના જાતકો થશે માલામાલ,ધન અને ઐશ્વર્યમાં થશે છપ્પરફાડ વધારો

56000 રૂપિયા સુધી પહોંચી શકે છે સોનું!
અત્યાર સુધી સોનું તેની ઊંચી કિંમતના કારણે હેડલાઇન્સમાં રહેતું હતું, પરંતુ હવે એવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે કે સોનાની કિંમત 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. એવા પણ સમાચાર છે કે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, સોનાની કિંમત 56000 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

કોણે કર્યો દાવો
ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ ભવિષ્યવાણી અમેરિકાના મોર્નિંગસ્ટારના એનાલિસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં સોનાના કિંમતમાં 38 ટકાનો ભારે ઘટાડો થઈ શકે છે. અમેરિકાના એક્સપર્ટ ડોન મિલ્સે દાવો કર્યો છે કે, આગામી વર્ષોમાં સોનાની કિંમત 3080 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને 1820 ડોલર પ્રતિ ઔંસ થઈ શકે છે. એટલે કે ભારતમાં સોનાની કિંમત 55000-56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

હજારો કરોડની દોલત, બનાવી શકે છે મહેલ છતાં પણ આ 'ગુલિસ્તાન'માં રહે છે આનંદ મહેન્દ્રા

કેમ ઘટશે સોનાનો ભાવ?
પુરવઠો વધ્યોઃ આ ભવિષ્યવાણી સોનાની કિંમતમાં થનારો સૌથી મોટા ઘટાડા પાછળ તેમણે મોટું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તર પર સોનાનું ઉત્પાદન વધ્યું છે જેના કારણે સોનાના ભંડારમાં 9 ટકા સુધીનો વધારો થયો છે. સોનાનો પુરવઠો વધવાથી સરપ્લસ સપ્લાય થઈ શકે છે. જેના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે.

માંગમાં ઘટાડો: એક તકફ પુરવઠો વધી રહ્યો છે, તો બીજી તરફ માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોનાના વધતા ભાવને કારણે છૂટક ખરીદી પણ ઘટી રહી છે. જ્યારે કેન્દ્રીય બેન્કો સતત સોનાની ખરીદી કરી રહી છે, જે આગામી દિવસોમાં ઘટી શકે છે. માંગ ઘટવાને કારણે સોનાની કિંમત ઘટી શકે છે.

આ સુંદરીએ ખરાબ રીતે તોડ્યુ હતું અલ્લુ અર્જુનનું દિલ,બાદમાં રામ ચરણ પર ફૂટ્યો ગુસ્સો!

બજારમાં સેચ્યૂશનની સ્થિતિ: સોનાની કિંમતમાં સતત વધારાને કારણે સેચ્યૂશનની સ્થિતિ વિકસી રહી છે. વર્ષ 2024માં ગોલ્ડ સેક્ટરમાં મર્જર અને એક્વિઝિશનમાં 32%નો વધારો થયો છે. જ્યારે ગોલ્ડ ETFમાં રોકાણમાં વધારો થવાને કારણે ભાવમાં ઘટાડો થવાની શક્યતા વધી છે.

ભવિષ્યવાણીથી સહમત નથી
આ ભવિષ્યવાણીથી ઘણા નિષ્ણાતો સહમત નથી. બેન્ક ઓફ અમેરિકાનું માનીએ તો આગામી બે વર્ષમાં સોનાની કિંમત 3,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જ્યારે ગોલ્ડમેન સેક્સના જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધીમાં સોનું 3300 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. એટલે કે ભારતમાં સોનાની કિંમત 90 હજારથી 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે પહોંચી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More