કેનેડા પોતાની નાગરિકતામાં નવો ફેરફાર કરવા જઈ રહ્યું છે. અહીંની સંસદમાં નાગરિકતા અંગેનું C-3 બિલ રજૂ કરાયું છે. તેનાથી વિદેશમાં જન્મેલા બાળકોને પણ કેનેડાની નાગરિકતા મળી શકશે. તેનાથી અનેક પ્રવાસીઓ અને ભારતીયોને ઘણી રાહત મળી શકે છે. અત્રે જણાવવાનું કે કનેડાએ એવા સમયે આ પહેલ શરૂ કરી છે કે જ્યારે અમેરિકા તરફથી બર્થરાઈટ સિટિઝનશીપ સમાપ્ત કરીને પ્રવાસીઓની ચિંતા વધારવામાં આવી છે.
નવું નાગરિકતા બિલ
કેનેડાના આ નવા બિલનો હેતુ કેનેડિયન નાગરિકતામાં રહેલા કાયદામાં સુધારો કરવો અને મોટો ફેરફાર લાવવાનો છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ જે વિદેશમાં જન્મેલો હોય તે બાળકોને પોતાની નાગરિકતા આપી શકતો નહતો. ખાસ કરીને ત્યારે જ્યારે તેનું બાળક પણ વિદેશમાં જ જન્મ્યુ હોય. ફર્સ્ટ જનરેશન લિમિટ નામના આ કાયદાને વર્ષ 2009માં લાગૂ કરાયો હતો. નવા કાયદા મુજબ હવે કેનેડાની બહાર પેદા થયેલા કેનેડિયન નાગરિક પોતાના બાળકોને નાગરિકતા આપી શકશે. આ માટે તેમના બાળકને જન્મ આપવા કે દત્તક લેતા પહેલા 3 વર્ષ કેનેડામાં રહેવું જરૂરી હશે.
ભારતીયોને કઈ રીતે ફાયદો
કેનેડાનો આ કાયદો ખાસ કરીને એવા ભારતીયોને ફાયદો પહોંચાડશે જે રહે છે તો કેનેડામાં પરંતુ તેમના બાળકોનો જન્મ વિદેશમાં થાય છે. અથવા તો તેઓ વિદેશમાંથી બાળકને દત્તક લે છે. અત્રે જણાવવાનું કે આ નવા બિલને કેનેડાના ઈમિગ્રેશન મંત્રી લીના મેટલેઝ ડિયાબે રજૂ કર્યું છે. તેમણે તેને રજૂ કરતા રહ્યું કે આ નવો કાયદો આજના ગ્લોબલ લાઈફસ્ટાઈલ અને ફેમિલી સ્ટ્રક્ચરને રિફ્લેકટ કરતો નથી પરંતુ તે કેનેડાના મૂલ્યોને વધુ સારી રીતે દર્શાવે છે.
ક્યારે લાગૂ થશે બિલ
કેનેડામાં આ બિલને કાયદો બનાવવા માટે તેને કેનેડાની સંસદના બંને ગૃહોમાંથી પાસ કરાવવામાં આવશે. ત્યારબાદ તેને રાજકીય સ્વીકૃતિ મળશે. ઈમિગ્રેશન વિભાગે વચન આપ્યું છે કે ત્યારબાદ તેઓ આ ફેરફારોને જલદી લાગૂ કરશે. હવે ભલે કેનેડાની સંસદમાં આ બિલ રજૂ કરાયું હોય પરંતુ તેને કાયદામાં ફેરવવા માટે 3 રેટિંગ પાસ કરવાના રહેશે અને પછી શાહી સ્વિકૃતિ પણ પ્રાપ્ત કરવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે