Home> World
Advertisement
Prev
Next

હજુ કેર વર્તાવશે કોરોના, આગામી 4થી 6 મહિના ખુબ ખરાબ!, આ ઉપાય અજમાવશો તો બચી શકશો

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે રવિવારે દુનિયાને ચેતવતા કહ્યું કે કોરોના વાયરસ મહામારીના આગામી તબક્કાના ચારથી છ મહિના ખુબ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ 19 રસી વિક્સાવવામાં અને તેની આપૂર્તિના પ્રયત્નોમાં ભાગ લઈ રહી છે. 

હજુ કેર વર્તાવશે કોરોના, આગામી 4થી 6 મહિના ખુબ ખરાબ!, આ ઉપાય અજમાવશો તો બચી શકશો

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે રવિવારે દુનિયાને ચેતવતા કહ્યું કે કોરોના વાયરસ મહામારીના આગામી તબક્કાના ચારથી છ મહિના ખુબ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ 19 રસી વિક્સાવવામાં અને તેની આપૂર્તિના પ્રયત્નોમાં ભાગ લઈ રહી છે. 

fallbacks

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ ગેટ્સે સીએનએનને કહ્યું કે મહામારી સમયના આગામી ચારથી છ મહિના ખુબ ખરાબ રહી શકે છે. આઈએચએમઈ (ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ એવેલ્યુએશન)નું અનુમાન જણાવે છે કે હજુ બે લાખથી વધુ લોકોના મોત થશે. જો આપણે માસ્ક પહેરવા, ભૌતિક અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરીએ તો આ સંભવિત મોતોમાંથી મોટાભાગના મૃત્યુને રોકી શકાય છે. 

વાસી રોટલી ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા!, આ બીમારીઓ તમારાથી દૂર રહેશે

ગેટ્સે કહ્યું કે, 'હાલના સમયમાં અમેરિકામાં સંક્રમણ, મોત અને હોસ્પિટલમાં દાખલ થવાના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. મને લાગે છે કે અમેરિકા આ હાલાતને પહોંચી વળવામાં સારું કામ કરશે.' અત્રે જણાવવાનું કે ગેટ્સે 2015માં આવી મહામારીની ચેતવણી આપી હતી. 

USA માં ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ, ગાંધીજીની પ્રતિમા તોડી ઝંડાથી ઢાંકી

તેમણે કહ્યું કે બધુ મળીને, મેં જ્યારે 2015માં ભવિષ્યવાણી કરી હીત, ત્યારે મે મૃતકોની સંખ્યા વધુ રહેવાની આશંકા પર વાત કરી હતી. આ વાયરસ જેટલો ઘાતક અત્યારે છે, તેનાથી પણ વધુ જીવલેણ થઈ શકે છે. હજુ આપણે ખરાબ સમય જોયો નથી. જે વાતે મને આશ્ચર્યચકિત કરી તે અમેરિકા અને દુનિયાભરમાં પડેલો આર્થિક પ્રભાવ હતો, જે મેં પાંચ વર્ષ પહેલા અનુમાન કર્યું હતું, તેનાથી પણ મોટો હતો. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More