Home> World
Advertisement
Prev
Next

3 કરોડ પગાર, રહેવા માટે આલીશાન ઘર... છતાં પણ કોઈ નથી કરવા માંગતા આ નોકરી! જાણો શું છે કારણ

Australian Town Offering Job: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રદેશમાં એક નાનું શહેર છે જેનું નામ છે જુલિયા ક્રીક. અહીં પર એક નોકરી છે, જેના માટે લોકોને 4.28 લાખ ડોલર (લગભગ 3 કરોડ રૂપિયા) પગાર તરીકે આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, તમને ઘર અને કાર મફતમાં મળી રહી છે. પરંતુ તેમ છતાં પણ લોકો આ કામ કરવા માંગતા નથી.

3 કરોડ પગાર, રહેવા માટે આલીશાન ઘર... છતાં પણ કોઈ નથી કરવા માંગતા આ નોકરી! જાણો શું છે કારણ

Australian Town Offering Job: આજકાલ લોકો માટે નોકરી મેળવવી એટલી મુશ્કેલ બની ગઈ છે કે દરેક વ્યક્તિ મહેનત કરવા છતાં સારી નોકરી મેળવી શકતા નથી. ઘણા લોકોને તેમની લાયકાતથી નીચે કામ કરવું પડે છે. પરંતુ શું કોઈ સારી નોકરી છોડવા માંગે છે? હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ નોકરીની ચર્ચા છે. આ નોકરી માટે વાર્ષિક પગાર 3 કરોડ રૂપિયા છે, તમને રહેવા માટે મફત ઘર મળી રહ્યું છે, તમને ડ્રાઇવ કરવા માટે કાર મળી રહી છે, તેમ છતાં પણ કોઈ આ નોકરી કરવા માંગતા નથી. તો હવે સવાલ એ થાય છે કે, આ કામમાં એવી કઈ સમસ્યા છે જેના કારણે લોકો આ કામ કરવા નથી માંગતા?

fallbacks

ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રદેશમાં એક નાનું શહેર છે, જેનું નામ છે જુલિયા ક્રીક. અહીં એક નોકરી છે, જેના માટે લોકોને 4.28 લાખ ડોલર (લગભગ 3 કરોડ રૂપિયા) પગાર તરીકે આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, તમને ઘર અને કાર મફતમાં મળી રહી છે. પરંતુ લોકો આ કામ કરવા માંગતા નથી. તે એટલા માટે કારણ કે જે પણ આ નોકરી કરવા માંગે છે તેણે આ નાના શહેરમાં રહેવું પડશે.

2025માં આ દેશમાં આવવાનું છે મહાપ્રલય! સરકારે આપી ડરામણી ચેતવણી, 3 લાખ લોકોના થઈ શકે છે મોત

ખૂબ જ દૂર છે આ શહેર
આ નોકરી એક લોકલ ફેમિલી ડોક્ટરની છે. આ નાના ગ્રામીણ શહેરમાં વીજળી અને ઇન્ટરનેટ પણ ચાલે છે. તમે કહેશો કે આમાં શું મોટી વાત છે, જ્યારે તમામ સુખ-સુવિધાઓ છે, ત્યારે અહીં વ્યક્તિ રહી શકે છે. પરંતુ સમસ્યા એ છે કે, આ શહેર મુખ્ય રહેણાંક વિસ્તારોથી દૂર છે. અહીંથી ક્વીન્સલેન્ડની રાજધાની બ્રિસ્બેન પહોંચવામાં કાર દ્વારા 17 કલાકનો સમય લાગે છે.

1 એપ્રિલથી બદલી ગયા આ 9 મોટા નિયમ, તમારા મંથલી બજેટ પર જોવા મળશે સીધી અસર!

સૌથી નજીકનું મોટું શહેર ટાઉન્સવિલે છે, જે 7 કલાક દૂર છે. એપીના જણાવ્યા અનુસાર, આ જગ્યા એટલી નિર્જન છે કે, અહીંના ડોક્ટરોને ડબલ પગાર આપવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના મોટા વિસ્તારોમાં ડોક્ટરોને આટલો પગાર નહીં મળે.

ધીમી લાઈફસ્ટાઈલની શોધમાં અહીં આવી શકે છે લોકો
નોકરી સાથે ફાયદો એ છે કે જે પણ અહીં રહેશે તેને સરળ, ધીમી જિંદગી જીવવાનો મોકો મળશે, જે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં હશે. આ પહેલા ડોક્ટર એડમ લુઈસ અહીંના ડોક્ટર હતા, તેઓ બ્રિસ્બેન જેવા મોટા શહેરમાં રહેવા ગયા હતા. તેમણે કહ્યું કે, જ્યારે તે અહીં હતો ત્યારે તેણે એકલા જીવન જીવવાનું શીખી લીધું હતું, તે એકલા લોકોની સારવાર કરતો હતો.

12 એપ્રિલથી દૂર થઈ જશે આ 5 રાશિઓનું દુઃખ-દર્દ, મંગળનું પુષ્ય નક્ષત્રમાં ગોચર કરી દેશે માલામાલ!

એડમ પહેલાં આ શહેરમાં છેલ્લા કાયમી ડોક્ટર 15 વર્ષ પહેલાં હતા. જુલિયા ક્રીકના મેયરે કહ્યું કે, અહીંની જીવનશૈલી ઘણી સારી છે. અગાઉના ડોક્ટરનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે અને તે હવે બ્રિસ્બેનમાં તેના પરિવાર પાસે પાછો ફર્યો છે, જ્યાં તે પ્રેક્ટિસ કરવા માંગે છે. શું ભારતમાંથી કોઈ અહીં જઈને પ્રેક્ટિસ કરવા ઈચ્છશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More