Home> World
Advertisement
Prev
Next

ટ્રમ્પ પર મંડરાઈ રહ્યો છે ખતરો ? ઘર ઉપરથી પસાર થયા અચાનક 3 પ્લેન...ગભરાટનો માહોલ

Donald Trump :  ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં નો ફ્લાઈંગ ઝોન રિસોર્ટની ઉપરથી ત્રણ પ્લેન ઉડતા જોવા મળ્યા, ત્યારબાદ અમેરિકન સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને વળતી કાર્યવાહીમાં અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ દ્વારા તરત જ F-16 ફાઇટર જેટ મોકલવામાં આવ્યું હતું અને આ પ્લેનને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

ટ્રમ્પ પર મંડરાઈ રહ્યો છે ખતરો ? ઘર ઉપરથી પસાર થયા અચાનક 3 પ્લેન...ગભરાટનો માહોલ

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં નો ફ્લાઈંગ ઝોન રિસોર્ટની ઉપરથી ત્રણ પ્લેન ઉડતા જોવા મળ્યા, ત્યારબાદ અમેરિકન સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ હતી. આ પ્લેન ટ્રમ્પના રિસોર્ટ ઉપરથી પસાર થયા હતા. આ પછી અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ તરત જ F-16 ફાઇટર જેટ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. 

fallbacks

બાબા વેંગાની ભવિષ્યવાણી જલ્દી થશે સાચી! ભારતમાં કેમ આવી રહ્યા છે આટલા ભૂકંપના આંચકા

મીડિયા અહેવાલ અનુસાર, F-16 ફાઇટર જેટે તરત જ આ પ્લેનનો પીછો કરીને આ વિસ્તારમાંથી બહાર કાઢ્યા હતા. આ 3 પ્લેનોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટ પર કથિત રીતે એર સ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, આ પ્લેનો દ્વારા સવારે 11:05, 12:10 અને 12:50 વાગ્યે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ પ્લેન પામ બીચ એરસ્પેસ ઉપરથી કેમ ઉડ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આવી ઘટનાઓ ઘણી વખત બની છે.

આ પહેલા પણ નિયોમોનું ઉલ્લંઘન થયું છે

ટ્રમ્પની માર-એ-લાગો મુલાકાત દરમિયાન આ નિયમનું ઉલ્લંઘન થયું હતું. 15 ફેબ્રુઆરી 2025ના રોજ બે વખત અને 17 ફેબ્રુઆરી 2017ના રોજ એક વખત આ રીતે ઉલ્લંઘન થયું હતું. એવા અહેવાલો હતા કે એફ-16 ફાઇટર પ્લેનને વેલિંગ્ટન ઉપરના એરસ્પેસમાં જવાબ આપવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. 18 ફેબ્રુઆરી, 2025 ના રોજ, NORAD એ પામ બીચ પર એક પ્લેન ઉડતું હોવાની જાણ કરી હતી.

કેન્સરને હરાવવામાં અસરકારક છે સફેદ હળદર, જાણો કેવી રીતે કરે છે શરીરની રક્ષા

માર-એ-લાગો ખાતે સિક્રેટ ડોક્યુમેન્ટ

મીડિયા અહેવાલ અનુસાર, આ વિસ્તારમાંથી F-16 એરક્રાફ્ટને હટાવ્યા બાદ ટ્રમ્પ રિસોર્ટમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં કેટલાક સિક્રેટ ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યા હતા, જેને FBIએ જપ્ત કરી લીધા હતા. બાદમાં ટ્રમ્પ તરફથી આ અંગે નિવેદન આવ્યું હતું કે આ સિક્રેટ ડોક્યુમેન્ટ તેમને પરત કરવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More