Home> World
Advertisement
Prev
Next

કોરોના સામે 'ખૂબ સારું' કરી રહ્યું છે અમેરિકા, ભારતમાં 'જબરદસ્ત સમસ્યા': ટ્રંપ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) કહ્યું હતું કે મોટા દેશોની તુલનામાં, યુએસ વૈશ્વિક રોગચાળાની કોવિડ-19 (COVID-19) સામે 'ખૂબ જ સારું' કરી રહ્યું છે. જ્યારે ભારતને આ રોગ સામે લડવામાં 'જબરદસ્ત સમસ્યા'નો સામનો કરવો પડે છે. અને ચીનમાં (China) સંક્રમણના કેસોમાં 'જબરદસ્ત તેજી છે. ટ્રંપ એવા સમયે નિવેદનો આપી રહ્યા છે, જ્યારે આ વૈશ્વિક મહામારીથી અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોના મહામારીના 47 લાખથી વધુ કેસો છે અને આ રોગને કારણે 1,55,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

કોરોના સામે 'ખૂબ સારું' કરી રહ્યું છે અમેરિકા, ભારતમાં 'જબરદસ્ત સમસ્યા': ટ્રંપ

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) કહ્યું હતું કે મોટા દેશોની તુલનામાં, યુએસ વૈશ્વિક રોગચાળાની કોવિડ-19 (COVID-19) સામે 'ખૂબ જ સારું' કરી રહ્યું છે. જ્યારે ભારતને આ રોગ સામે લડવામાં 'જબરદસ્ત સમસ્યા'નો સામનો કરવો પડે છે. અને ચીનમાં (China) સંક્રમણના કેસોમાં 'જબરદસ્ત તેજી છે. ટ્રંપ એવા સમયે નિવેદનો આપી રહ્યા છે, જ્યારે આ વૈશ્વિક મહામારીથી અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોના મહામારીના 47 લાખથી વધુ કેસો છે અને આ રોગને કારણે 1,55,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- સાયબર હુમલાથી જોડાયા ચીન ગુપ્તચર એજન્સીના તાર, પ્રથમ વખત EUએ મૂક્યો પ્રતિબંધ

ભારતની વાત કરીએ તો અહીં કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધીને 18,55,745 થઈ છે. ત્યારે ચીને મંગળવારના દેશમાં સંક્રમણના 36 નવા કેસ નોંધ્યા છે, જે એક દિવસ અગાઉ 43થી ઓછા કેસ હતા. 29 જુલાઈએ, ત્રણ મહિનામાં પ્રથમ વખત દેશમાં કોવિડ-19ના 100થી વધુ કેસ નોંધાયા હતા, ત્યારબાદ અહીં સંક્રમણના બીજા રાઉન્ડ અંગે ભય હતો.

આ પણ વાંચો:- મોટો ઝટકો! ટ્રમ્પ પ્રશાસને ફેડરલ સર્વિસમાં H1-B વિઝાધારકોની નિયુક્તિ પર મૂક્યો પ્રતિબંધ

ટ્રંપે સોમવારના એક પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મને લાગે છે કે, અમે ખૂબ સારૂ કરી રહ્યાં છીએ. મારા વિચારમાં અમે કોઇપણ રાષ્ટ્ર જેટલું સારૂ કર્યું છે. જો તમે ખરેખર જોવો કે ક્યાં શુ ચાલી રહ્યું છે, ખાસ કરીને નવા કેસ સામે આવવા અને તે દેશોના સંબંધમાં જેમના વિશે વાત કરવામાં આવી રહી હતી કે તેમણે તેને નિયંત્રિત કરી લીધો છે. તેમણે કહ્યું હતું કે મોટા દેશોની તુલનામાં અમેરિકા કોરોના વાયરસ સામેની લડતમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More