આજકાલ નશામાં ધૂત રહેવું એ તો જાણે ફેશન બની ગઈ છે. પરંતુ નશામાં ધૂત થયા બાદ જે પ્રકારનું વર્તન જોવા મળે છે તે ચોંકાવનારું છે. ચીનમાં બે નશામાં ધૂત કિશોરોએ એક હોટપોટ સૂપમાં પેશાબ કરી નાખ્યો. બંને કિશોર શાંઘાઈમાં હેડિલાઓ રેસ્ટોરન્ટના એક આઉટલેટમાં પોતાના ટેબલ પર ઊભા થઈ ગયા અને તેમને પિરસવામાં આવેલા ભોજનમાં જ પેશાબ કરી નાખ્યો. આ ગંદી હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
સૂપમાં કરી નાખ્યો પેશાબ!
આ વીડિયો વીબો અને અન્ય ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ જૂતા પહેરેલો છે અને જ્યાં ભોજન અને પીણા મૂકેલા છે તે ડાઈનિંગ ટેબલ પર ઊભો થઈને હોટ પોટમાં પેશાબ કરતો જોવા મળે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ ઘટના ગત મહિને ઘટી હતી જ્યારે 17 વર્ષના બે પ્રવાસી મજૂરો રેસ્ટોરાના એક ખાનગી રૂમમાં ભોજન કરી રહ્યા હતા. તેમણે કેટલાક પીણા અને હોટપોટ સૂપ મંગાવ્યા બાદ ત રત જ નશામાં આ હરકત કરી. એક અપ્રત્યાશીત અને ચિંતાજનક ઘટનામાં યુવક ટેબલ પર ઊભો રહી ગયો અને પેનની ઝિપ ખોલી, ફક્ત પોતાના ભોજન પર અપમાનજનક રીતે પેશાબ કરવા માટે.
પોલીસ કાર્યવાહી
પોલીસે આ મામલે તપાસ કરી અને કિશોરોને કસ્ટડીમાં લીધા. હૈડિલાઓએ એક નિવેદન બહાર પાડ્યું કે ઘટનાના સામે આવ્યા અને સોશિયલ મીડિયા પર સ્વચ્છતા અંગે ચર્ચા શરૂ થયા બાદ તેમણે તમામ સંબંધિત વાસઓને સારી રીતે સાફ કર્યા અને બદલી નાખ્યા છે. એક નેટિઝને કથિત રીતે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું હવે હૈડિલાઓ નહીં જઉ. હું તે હોટપોટ વ્યંજનોથી ખાવા નથી ઈચ્છતો જેના પર અન્ય લોકોએ પેશાબ કર્યો છે.
જો કે રેસ્ટોરાએ કહ્યું કે તેમણે શાંઘાઈ આઉટલેટ પર પોતાના ગ્રાહકોની સુરક્ષા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે તમામ ખાવાનું બનાવવાના વાસણોને બદલી નાખ્યા છે. રેસ્ટોરાએ એમ પણ કહ્યં કે ભવિષ્યમાંઆવી ઘટનાઓથી બચવા માટે સુરક્ષા ઉપાયોને વધુ મજબૂત કરીશું. તેમણે પોતાના કર્મચારીઓને સ્વચ્છતા અને સુરક્ષા વિશે વધુ તાલિમબદ્ધ કરવાનું વચન આપ્યું છે.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે, ZEE 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે