અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરોમાં 10 માર્ચથી ટ્રેડિંગ થઈ રહ્યું નથી. નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના શેરોમાં ટ્રેડિંગ બંધ છે. કંપનીના શેરોની અંતિમ ટ્રેડિંગ કિંમત 1.63 રૂપિયા છે. 10 માર્ચના રોજ આ શેરમાં 5%ની લોઅર સર્કિટ લાગી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં આ શેર 17% સુધી તૂટ્યા છે. જ્યારે મહિનાભરમાં આ શેર 15 ટકા અને છ મહિનામાં 21 ટકા સુધી તૂટી ગયા.
સતત નુકસાન
રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના શેર પાંચ વર્ષમાં 150 ટકા સુધી ચડી ગયા. આ દરમિયાન તેની કિંમત 85 પૈસાથી વધીને વર્તમાન કિંમત સુધી પહોંચી ગઈ. જાન્યુઆરી 2008માં આ શેરની કિંમત 820 રૂપિયાના લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન તેમાં 99 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો. તેનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે આ કંપનીમાં 2008માં એક લાખ રૂપિયા લગાવ્યા હશે તો તેની કિંમત આજે ઘટીને ફક્ત 198 રૂપિયા થઈ ગઈ હોય.
કંપની વિશે
રિલાયન્સ કોમ્યુનિકેશન્સનો કંટ્રોલ અનિલ અંબાણી પાસે છે. અનિલ અંબાણી વર્ષ 2008માં 42 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. અત્રે જણાવવાનું કે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર પાસે 1.85 ટકા ભાગીદારી છે. પબ્લિક શેર હોલ્ડિંગની વાત કરીએ તો 97.38 ટકા ભાગીદારી છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી. ZEE 24 KALAK કોઈ પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે