Home> World
Advertisement
Prev
Next

'ઓપરેશન સિંદૂર' બાદ કિરાના હિલ્સમાં શું થયું ? પાકિસ્તાનના આકાશમાં કેમ ઉડી રહ્યું છે અમેરિકન જેટ ?

Kirana Hills : કિરાના હિલ્સ પાકિસ્તાની પંજાબના સરગોધામાં છે. આ પર્વતમાળા પાકિસ્તાની સંરક્ષણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે, કિરાના હિલ્સમાં પરમાણુ શસ્ત્રો રાખવામાં આવે છે. આ પાકિસ્તાનનું ઓપન સીક્રેટ છે, એટલે કે દરેક વ્યક્તિ તેના વિશે જાણે છે.

'ઓપરેશન સિંદૂર' બાદ કિરાના હિલ્સમાં શું થયું ? પાકિસ્તાનના આકાશમાં કેમ ઉડી રહ્યું છે અમેરિકન જેટ ?

Kirana Hills : હાલમાં પાકિસ્તાનના કિરાણા હિલ્સમાં પરમાણુ રેડિયેશન લીક થવા અંગે મોટા દાવા કરવામાં આવી રહ્યા છે અને અમેરિકાના એક સીક્રેટ વિમાનનું કનેક્શન પણ પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યું છે.

fallbacks

પાકિસ્તાની પંજાબના સરગોધામાં આવેલ કિરાના હિલ્સ પાકિસ્તાની સંરક્ષણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે અને અહીં પરમાણુ શસ્ત્રો રાખવામાં આવે છે. જેના વિશે યુએસ સરકાર પણ જાણે છે. અફવાઓ વચ્ચે કિરાના હિલ્સથી લગભગ 11,500 કિલોમીટર દૂર અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક સવાલ પૂછવામાં આવ્યો, જેના કારણે કિરાના સમગ્ર વિશ્વ માટે હોટસ્પોટ બન્યું છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં એક પત્રકારે પૂછ્યું હતું કે શું અમેરિકાએ ન્યુક્લિયર રેડિયેશનની તપાસ માટે તેની કોઈ ટીમ ઇસ્લામાબાદ કે પાકિસ્તાન મોકલી છે. આ પ્રશ્ન સાંભળીને, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ માત્ર 2 સેકન્ડમાં ફટાફટ જવાબ આપ્યો, જે સાંભળ્યા પછી કિરાના હિલ્સમાં વિશ્વની રુચિ વધુ વધી ગઈ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું, 'એવું કંઈ નથી જેની તપાસ કરી શકાય'. તે સીધેસીધી ના પાડી શક્યા હોત અને આ નિવેદનથી એવું લાગે છે કે અમેરિકા જાણી જોઈને કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનનું ગળું સૂકાયું, ઝોળી ફેલાવીને આજીજી કરી- સિંધુ જળ સંધિ પર ભારત વિચાર કરે

અમેરિકન વિમાન પાકિસ્તાન પહોંચ્યું ? 

સોશિયલ મીડિયા પર એક અમેરિકન વિમાન વિશે ચર્ચા ચાલી રહી છે, જેનું પૂરું નામ બીચ-ક્રાફ્ટ કિંગ એર 350 છે. તેને B-350 પણ કહેવામાં આવે છે. એવો દાવો કરવામાં આવી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર પછી આ અમેરિકન વિમાન પાકિસ્તાન પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના નેશનલ ન્યુક્લિયર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટ અને ઉર્જા વિભાગ ન્યુક્લિયર ઈમરજન્સીની સ્થિતિમાં B-350 વિમાનનો ઉપયોગ કરે છે.

વિમાનની વિશેષતાઓ

  • આ નાનું વિમાન એવા સેન્સરથી સજ્જ છે જે હવામાં અને જમીન પર હાજર રેડિયેશન પદાર્થોને શોધી શકે છે અને તેના રીડિંગ રેકોર્ડ પણ કરી શકે છે.
  • આ વિમાન પરમાણુ સ્થળ ઉપર ઉડી શકે છે અને તેનું નિરીક્ષણ કરીને નક્કી કરી શકે છે કે ત્યાં હાજર પરમાણુ બોમ્બ અથવા પરમાણુ સામગ્રી સુરક્ષિત છે કે નહીં.
  • જાપાનના ફુકુશિમામાં પરમાણુ રેડિયેશન ફેલાયા પછી આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

આનો અર્થ એ થયો કે જો કિરાણા હિલ્સમાં કોઈપણ પ્રકારનું રેડિયેશન લીક થઈ રહ્યું છે, તો આ વિમાન ત્યાં તપાસ કરી શકે છે અને લીક વિશે માહિતી આપી શકે છે. આ દરમિયાન, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અમેરિકન વિમાન કિરાના હિલ્સના આકાશમાં ચક્કર લગાવી રહ્યું છે. જોકે, અમે આ સમાચારની પુષ્ટિ કરી શકતા નથી કારણ કે આ બધા પાકિસ્તાન તરફથી આવી રહેલા અપ્રમાણિત સમાચારનો એક ભાગ છે અને પાકિસ્તાન તેના વિશે કંઈ કહી રહ્યું નથી.

કિરાણા હિલ્સ

કિરાણા હિલ્સ અંગે ચાલી રહેલી ચર્ચામાં ત્રણ નામો લેવામાં આવી રહ્યા છે. પહેલું ભારત, બીજું અમેરિકા અને ત્રીજું પાકિસ્તાન. ભારતીય વાયુસેનાએ કિરાણા હિલ્સ પર બોમ્બમારો કર્યાનો ઇનકાર કરી દીધો છે, જ્યારે અમેરિકા કંઈપણ જાહેર કરવા તૈયાર નથી. આનો અર્થ એ થયો કે હવે ફક્ત પાકિસ્તાન જ આ હિલ્સનું રહસ્ય કહી શકે છે. જોકે, પાકિસ્તાન સરકારે હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. સોશિયલ મીડિયા પર એવી પણ અફવા ફેલાઈ રહી છે કે કિરાણા હિલ્સ નીચે પરમાણુ વિસ્ફોટ થયો છે. મતલબ, આ એવો દાવો છે કે અહીં રાખેલા પરમાણુ બોમ્બ ફૂટ્યા હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More