DA Hike For July 2025: જો તમે સરકારી નોકરી કરતા હોવ કે પછી તમારા પરિવારમાંથી કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો આ સમાચાર તમારા કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ-ડિસેમ્બર 2025 માટે મોંઘવારી ભથ્થામાં વધારાની આશા છે. સાતમા પગાર પંચ હેઠળ તેમનું આ છેલ્લું ડીએ હાઈક હશે. આવામાં લોકોને ખુબ આશા છે. વાત જાણે એમ છે કે આ વખતે કરાયેલું ડીએ હાઈક આઠમાં પગાર પંચની ભલામણ પર અસર પાડશે.
વર્તમાનમાં મળે છે 55% ડીએ
આ વર્ષે માર્ચના મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા કેન્દ્રીય મંત્રીમંડળે ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગૂ થયો અને તેનાથી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો થશે. આ વધારાની સાથે ડીએ 53% વધીને 55% થઈ ગયું. તે પહેલા જુલાઈ 2024માં ડીએને 50 ટકાથી વધારીને 53% કરાયું હતું. હવે બધાની નજર જુલાઈ-ડિસેમ્બર 2025 માટે આગામી ડીએ હાઈક પર છે. આ વધારાને લઈને ઓક્ટોબર કે નવેમ્બર 2025માં જાહેરાત થવાની અપેક્ષા છે.
આ વખતે ડીએમાં સારા વધારાની આશા
આ વખતે લાગૂ થનારો ડીએ હાઈક સાતમાં પગાર પંચ હેઠળ અંતિમ વધારો હશે. વાત જાણે એમ છે કે આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થવાની સંભાવના છે. કર્મચારીઓ અને પેન્શનર્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે ડીએમાં સારો એવો વધારો થશે. અત્રે જણાવવાનું કે ડીએની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (CPI-IW) ના આધાર પર થાય છે. લેબર મિનિસ્ટ્રી હેઠળ લેબર બ્યૂરોએ માર્ચ 2025 માટે CPI-IW ડેટા બહાર પાડ્યા છે. જે પોઝિટિવ સંકેત આપી રહ્યા છે.
કેટલા વધારાની આશા
માર્ચ 2025 સુધીના સરેરાશના આધારે ડીએ 57.06% સુધી પહોંચી ગયું છે. જો એપ્રિલ, મે, અને જૂન 2025માં CPI-IW સ્થિર રહેશે કે પછી થોડી પણ વધશે તો આ સરેરાશ 57.86% સુધી જઈ શકે છે. સામાન્ય રીતે ડીએની ગણતરી ફૂલ ડિજિટમાં કરાય છે. તેનો અર્થ એ થયો કે ડીએ 57% કે 58% સુધી રહી શકે છે. દાખલા તરીકે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા હશે તો 57% ડીએ પર તે 10,260 રૂપિયા અને 58% ડીએ હોય તો 10,440 રૂપિયા મળી શકે.
મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને વધતા ભાવને પહોંચી વળવામાં મદદ કરે છે. આ તેમના પગાર અને પેન્શનનો એક ભાગ છે. તેમાં એક વર્ષમાં બેવાર ફેરફાર કરાય છે. પહેલો ફેરફાર જાન્યુઆરીથી જૂન અને બીજો જુલાઈથી ડિસેમ્બર માટે કરાય છે. ડીએ વધવાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થાય છે. જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે